ભુજ કચ્છ: ભુજ બાર એસોસીએશનની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.સવારથી લઇને સાંજ સુધી ચાલેલ મતદાનમાં કુલ ૫૫૦ મતદારો પૈકી ૪૮૪ મતદારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ૬ હોદ્દા માટે ૨૦ અને ૧૫ કારોબારી સભ્યો માટે ૪૩ મળી તેમ કુલ ૬૩ ઉમેદવારોનું ભાવી મતપેટીમાં સીલ કર્યું હતું.મોડી રાત સુધી ચાલેલ મતગણતરી બાદ અનિલ જોષીની પેનલનો ૩૪ મતોથી વિજય થયો હતો.
જાણવા મળતી વિગતો મુજબ ભુજ બાર એસોસીએશનની ચૂંટણી માટે હાથ ધરવામાં આવી હતી તેમાં કુલ ૭૩ જેટલા ફોર્મ ભરાયા હતાં,તે પૈકી ૧૦ જેટલા ઉમેદવારોએ પોતાની દાવેદારી પાછી ખેંચી લેતાં ૬ હોદા માટે ૨૦ અને ૧૫ કારોબારી સભ્યો માટે ૪૩ મળી કુલ ૬૩ ઉમેદવારોઓ ચૂંટણીના મેદાનમાં જંગમાં ઉતર્યા હતા.કુલ ત્રણ પેનલો વચ્ચે રસા કસીથી જામેલ બરાબરીના જંગમાં આજે સવારે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ ૫૫૦ ધારાશાસ્ત્રીઓનો મતદાર યાદીમાં સમાવેશ થાય છે તે પૈકી ૪૮૪ મતદારોએ પોતાના મહત્વનો મતાધિકારનો ઉપયોગ કરીને ૬૩ જેટલા ઉમેદવારનું ભાવી મતપેટીમાં સીલ કર્યું હતું.
સાંજના પાંચ કલાકે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તુરંત મતગણતરી શરૂ કરવામાં આવી હતી.કુલ ત્રણ પેનલ વચ્ચે જ ચૂંટણી જંગ હોવાને કારણે છેલ્લા રાઉન્ડ સુધી ભારે રસાકસી ભરી સ્થિતિ જોવા મળી હતી.મોડી રાત્રીનાં સમયે અનિલભાઇ જોશીની પેનલને વિજેતા જાહેર કરવામાં આવતાં ભુજ કોર્ટના પટાંગણમાંજ વિજયોત્સવ પણ મનાવામાં આવ્યો હતો.ચૂંટાયેલા તમામ હોદ્દેદારોને વકીલો દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ,ભુજ બાર એસોસીએશનની ચૂંટણીમાં કુલ ૫૫૦ મતદારો પૈકી ૪૮૪ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.વિજેતા પેનલના અનિલભાઈ જોશી ૩૫ મતોથી વિજય થયા હતા. તેમને કુલ ૧૬૨ મતો મળ્યા હતાં.જ્યારે બીજા નંબરે અવનીશભાઈ ઠક્કર રહ્યાં હતાં,તેમને કુલ ૧૫૪ મત મળ્યા હતાં તો ત્રીજા ક્રમે રહેલા મહેશ્વરી ભીખાલાલને ૧૨૫ મત મળ્યા હતાં. મતોના રસાકસીના વચ્ચે છેલ્લા રાઉન્ડમાં કાંટાની ટકર જોવા મળી હતી.ભારે મતોની રસાકસીના વચ્ચે અનિલ જોશીની પેનલ વિજેતા બની હતી.
ઉપપ્રમુખ તરીકે વાઘેલા હિતેન્દ્રસિંહ બળવંતસિંહ,જનરલ સેક્રેટરી તરીકે ઝવેરી ગીરીશ નાનાલાલ,જોઇન્ટ સેક્રેટરી તરીકે ઠક્કર અમિત અશ્વિનભાઇ,ખજાનચી તરીકે રાઠોડ સંતોષસિંહ રામસિંહ,લાયબ્રેરી સેક્રેટરી તરીકે અંતાણી સ્નેહલ કમલકાંન્ત, કારોબારીનાં સભ્યો તરીકે મહેતા કુલદિલ જીતેન્દ્રભાઇ,આદેચા મનિશ જયંતીલાલ,જોષી દિપેન હરેશભાઇ,ચંદે દિપ્તી અમિત, શર્મા યજ્ઞેશ પ્રભુલાલ,જાડેજા વિક્રમસિંહ રાણુભા,અંતાણી હિતેન્દ્ર કિશોરચંદ્ર,રાણા ભગીરથસિંહ નાગભા,સેજપાલ રાજેન્દ્ર બંસીલાલ,કનૈયા વિપુલ દિનેશચંદ્ર,ઠક્કર નિતિનકુમાર રમેશભાઇ,ગઢવી રાજેશ માણેકભાઇ,ચાવડા સંદિપ ખેંગારભા ,જાટ સાવિત્રી રામકુમાર અને સોલંકી મીતા કાનજીભાઇ.
ગૌતમ બુચિયા
9714065405
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





