મોરબીના દરબાર ગઢ નજીક રોડ પર મસમોટા ખાડાથી અકસ્માતનો ભય

0
11

પાલિકા તંત્રએ હમેશની જેમ અધૂરું કામ કર્યાના આક્ષેપ

મોરબી નગરપાલિકા તંત્ર નાગરિકોને સુવિધા આપવામાં જરાપણ ગંભીર ના હોય તેવું લાગી રહ્યું છે સુવિધા આપવાનું તો દુર રહ્યું બલકે અનેક વખતે પાલિકાની બેદરકારી નાગરિકો માટે જોખમી બની રહે છે આવો જ એક ખાડો દરબારગઢથી નાની બજાર જતા રોડ પર જોવા મળે છે
મોરબી પાલિકા તંત્ર કેટલું નીમ્ભર અને બેદરકાર છે તેનું જીવંત ઉદાહરણ ગઈકાલે જોવા મળ્યું હતું કોંગ્રેસ શાસિત નગરપાલિકામાં કોંગ્રેસના ધારાસભ્યના કાર્યાલય નજીક ઉભરાતી ગટરની સફાઈ કરવામાં આવતી નથી તો ઉભરાતી ગટર ઉપરાંત હાલ મોરબી શહેરમાં અનેક સ્થળોએ મસમોટા ખાડા અને ખુલ્લા ભૂગર્ભ ગટરના ઢાંકણાનું જોખમ વધ્યું છે આવો જ એક ખાડો દરબારગઢથી નાની બજાર જતા રોડ પર જોવા મળે છે
મહિલાઓના સ્વામી નારાયણ મંદિર નજીક આવેલ એપાર્ટમેન્ટ પાસે ભૂગર્ભની સફાઈ માટે પાલિકાની ટીમ આવી હતી અને ભૂગર્ભ સફાઈ કામગીરી પૂર્ણ થયા બાદ મોટો ખાડો જેમનો તેમ છોડી જતા રહ્યા હોય તેવી માહિતી સ્થાનિકો પાસેથી પ્રાપ્ત થઇ છે જેને પગલે અહીંથી પસાર થતા વાહનચાલકોને સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે સપ્તાહ કરતા વધુ સમય વીતી ગયો છતાં ખાડો બુરવા માટે પાલિકામાંથી કોઈ ડોકાયું નથી જેથી એપાર્ટમેન્ટના રહીશો અને પસાર થતા વાહનચાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે

રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY