૧૧ ઓગસ્ટથી રાહુલ ગાંધી રાજસ્થાનમાં કરશે ચૂંટણી પ્રચારનો પ્રારંભ

0
13

ન્યુ દિલ્હી,તા.૭
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ૧૧ ઓગસ્ટે જયપુરમાં પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓના સંમેલનમાં ભાગ લેશે. આ સાથે જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજસ્થાનમાં ચૂંટણી પ્રચારના અભિયાનનો પ્રારંભ કરશે.
રાહુલ ગાંધીના દિલ્હી ખાતેના નિવાસ સ્થાન પર રાજસ્થાનના સંબંધિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓની બેઠક મળી જેમાં કોંગ્રેસ અધ્યક્ષના જયપુર પ્રવાસના કાર્યક્રમ અંગે નિર્ણય લેવાયો હતો.
આ બેઠકમાં પાર્ટીના મહાસચિવ અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહલોત, પ્રદેશ અધ્યક્ષ સચિન પાઇલટ અને પાર્ટીના રાજસ્થાનના પ્રભારી અવિનાશ પાંડે સામેલ થયા હતા.
બેઠક બાદ અવિનાશ પાંડેએ સંવાદદાતાઓને જણાવ્યું હતું કેપાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી ૧૧ ઓગસ્ટના રોજ જયપુરમાં પ્રદેશના દરેક ઉચ્ચ નેતાઓ અને કાર્યકર્તાઓના સંમેલનને સંબોધન કરશે.
પાંડેના જણાવ્યાઅનુસારા રાહુલ ગાંધીએ પાર્ટી નેતાઓને નિર્દેશ કર્યો છે કે જે પણ વાત કરવાની હોય તે પાર્ટી મંચ પર કરવામાં આવે તેમજ વિવાદસ્પદ નિવેદનો કરનાર પર કાર્યવાહી કરવામાં આવે.
મુખ્યમંત્રી પદના દાવેદાર પર સવાલ પુછતાં પાંડેએ કહ્યું પાર્ટીનો ચહેરો રાહુલ ગાંધી હશે અને પાર્ટીના દરેક કાર્યકરો એક થઇ ને કામ કરશે. રાજસ્થાનમાં વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. રાજસ્થાન કોંગ્રેસમાં મુખ્યમંત્રીના પદના દાવેદારને લઇને ધમાસાણ જાવા મળ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY