હળવદ ધાંગધ્રા ચોસઠ વિધાનસભા બેઠક પર ઐતિહાસિક લીડ થી ભાજપનો ભગવો લહેરાયો

0
311

કોંગ્રેસના ઉમેદવાર દિનેશભાઈ પટેલ નો કારમો પરાજય

વિજય સરઘસમાં જયઘોષ ફટાકડાનો શોર બકોર ગુલાલની છોળો વચ્ચે અને ડીજેના તાલે લોકો મન મૂકીને નાચે ઉઠ્યા,

હળવદ ધાંગધ્રા ચોસઠ વિધાનસભાની બેઠક પર ઐતિહાસિક લીડ થી ભાજપનો ભગવો લહેરાયો , વિજય થતા કાર્યકરો શહેરીજનો વિશાળ સરઘસ કાઢી ઢોલ-નગારા ડીજેના તાલે વિજય રંગે રંગાઈ ગયા હતા હળવદ ધાંગધ્રા ૬૪ વિધાનસભા બેઠક પર ભારે રસાકસીનો જંગ જામ્યો હતો જેમાં બંને પક્ષોએ કબજે કરવા એડીચોટીનું જોર લગાવ્યું હતો ત્યારે ઝાલાવાડની ટોપર ગણાતી આ બેઠક પર ભાજપના . પરસોતમ ભાઈ સાબરીયા નો ભવ્ય વિજય થયો હતો, હળવદ ધાંગધ્રા ના મતદારોએ સુપડા સાફ કરી નાખ્યા છે અને હળવદ ધાંગધ્રા બેઠક પર જંગી બહુમતી જીતાડી આ બેઠક પર કમળ ખીલ્વયુ હતુ,વિજય સરઘસમાં માનવ મેદની ઉમટી પડી હતી તમામે તમામ લોકો જયઘોષ ફટાકડા ફોડી વિજયઉત્સવ મનાવ્યો હતો વિજેતા ઉમેદવાર પરસોતમભાઈ સાબરીયા ને હાર પહેરાવી પુષ્પગુચ્છ આપી શુભેચ્છાપાઠવી હતી, વિજય સરઘસમાં કાર્યકરો હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિજય સરઘસ ધૂમ-ધડાકા ધૂમ સાથે કાઢવામાં આવ્યો હતુ.

મયુર રાવલ હળવદ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY