વાંઝણી કહીને વહુને ત્રાસ અપાતા આત્મહત્યા કરી હતી
સુરત, તા.૨૩
વરાછા વિસ્તારમાં રહેતી એક પરિણીતાને સાસરીયાઓ દ્વારા વાંઝણી હોવાના મહેણા ટોણા મારતા કંટાળી ગયેલી પરિણીતાએ ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લેવાના મામલે પતિ સહિત સાસરીયાઓ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વરાછા મારૂતિ ચોક ખાતે અરવિંદ જેઠાભાઈ ચૌહાણના લગ્ન એક યુવતી સાથે થયા હતા. લગ્ન જીવન બાદ લાંબા સમય સુધી સંતાન પ્રાપ્તી ન થતા પતિ અરવિંદ ચૌહાણ, રમેશ ચૌહાણ, ભાવનાબેન ચૌહાણ, નવીન ચૌહાણ સોનલ ચૌહાણ વગેરેઓએ પરિણીતાને વાંઝણી વાંઝણી કરીને વારંવાર શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. જેનાથી કંટાળી જઈ પરિણીતાએ પોતાના ઘરમાં ઝેરી દવા પી જઈ આત્મહત્યા કરી લેતા યુવતીના પિતાએ સાસરીયાઓ વિરૂદ્ધ આઈપીસી ૩૦૬, ૧૧૪મુજબનો ગુનો નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



