રાજપીપળામાં ભોજપુરી ફિલ્મ ઘર વાળી બહાર વાળી માટે ભાડે લવાયેલા ઝનરેટર મુદ્દે મારામારી 

0
61

રાજપીપળામાં ભોજપુરી ફિલ્મના શુટિંગ માટે ભાડે લવાયેલા જનરેટરના ભાડા મુદ્દે મારામારી,વડોદરાના 3 સામે ફરિયાદ

ભોજપુરી ફિલ્મ ઘર વાળી બહાર વાળી બે વર્ષ પહેલા રાજપીપળા ખાતે ફિલ્માંકન થઈ રહી હતી ત્યારે ભાડે લાવાયેલા ઝનરેટર ના 3400/- રૂપિયા ભાડું બાકી હતું 

રાજપીપળા :રાજપીપળામાં જનરેટરના ભાડા મુદ્દે મારા મારી થઈ હતી.આ ઘટના મામલે રાજીપળા પોીસે વડોદરાના 3 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.બે આરોપીઓની ધરપકડ

વડોદરાના હીંમાશુ અભયસિંહ ગઢવીએ રાજપીપળા ખાતે સૂટ થઈ રહેલી ભોજપુરી ફિલ્મના આસી.ડાયરેક્ટર વિનય ઓમપ્રકાશ સિંઘને (મિરારોડ ઇસ્ટ મુંબઇ મુળ રહે.રસળાખરહાવા તા.રસળાજી.બલીયા (ઉત્તરપ્રદેશ) જનરેટર ભાડે આપ્યું હતું એના ભાડા પેટે 34000 રૂપિયા લેવાના નીકળતા હતા.ગત 22/5/2019 ના રોજ (૧)હીંમાશુ અભયસિંહ ગઢવી(૨)અભયસિંહ ગણેશનાથ ગઢવી (૩) યોગેશભાઇ ચૌધરીએ (ત્રણેવ રહે.વડોદરા) રાજપીપળા ખાતે હાલ ચાલતી બીજી ફિલ્મના શુટિંગમાં આવેલા અજય શ્રીવાસ્તવ સાથે ભાડા બાબતે માથાકૂટ અને બોલાચાલી કરી મારા મારી કરી હતી.આ ઝઘડામા વચ્ચે વિનય ઓમપ્રકાશ સિંઘ અને દિનેશભાઇ છોડાવવા પડ્યા હતા ત્યારે એમની સાથે પણ ઝપા ઝપી કરી પથ્થર વડે હુમલો કર્યો હતો. જેમાં એ ત્રણેય ઘાયલ થયા હતા, આ બાબતે રાજપીપળા પોલીસ મથકે વિનય ઓમપ્રકાશ સિંઘે ફરિયાદ આપતા રાજપીપળા પોલીસે આ મામલે ફરિયાદ નોંધી હિમાંશુ ગઢવી અને તેના પિતા અભયસિંહ ગઢવીની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.જયારે ત્રીજો આરોપી યોગેશ ચૌધરી ને પકડવા ચક્રો ગતિમાન કાર્ય છે તપાસ પીએસઆઇ આર પી ભરવાડ કરી રહ્યા છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY