મોરબી જિલ્લામાં સૌથી વધુ પરિણામ હળવદ કેન્દ્ર ૮૭.૩૯ ટકા પ્રથમ નંબરે

0
62

મોરબી જીલ્લાનું ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૮૪.૧૧ ટકા: એ-વન ગ્રેડમાં માત્ર ૧૦ વિદ્યાર્થી,સમગ્ર રાજ્યમાં મોરબી જીલ્લો ત્રીજા ક્રમે,

આજે ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં રાજ્યનું પરિણામ ૭૩.૨૭ ટકા જાહેર થયું છે જો કે, મોરબી જીલ્લાની વાત કરીએ તો મોરબી જીલ્લાનું પરિણામ આ વર્ષે ૮૪.૧૧ ટકા આવ્યું છે અને તેમાં ૫૩૮૩ વિદ્યાર્થીઓમાંથી એ-વન ગ્રેડમાં માત્ર ૧૦ વિદ્યાર્થીઓ આવ્યા છે

ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા ધો. ૧૨ સાયન્સ અને ધો.૧૦નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યા બાદ આજે ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મોરબી જીલ્લાનું પરિણામ ૮૪.૧૧ ટકા આવ્યું છે અત્રે ઉલેખનીય છે કે, આ વર્ષે ૫૩૯૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે નીન્ધાયા હતા જેમાંથી ૫૩૮૩ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી અને તે પૈકીના માત્ર ૧૦ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડમાં સ્થાન મેળવ્યું છે ,હળવદ તાલુકા પ્રથમ મંગલમ વિદ્યાલય ની પટેલ નેહલ 99.64 ટકાPR સાથે તાલુકામાં પ્રથમ આવેલ છે બીજા નંબરે ચાવડા નયના99.62PR ટીકર ઉચ્ચ માધ્યમિક ની વિદ્યાર્થીની આવેલ છે મંગલમ વિદ્યાલય ની કણજારીયા સરોજ 99.54PR સાથે ત્રીજા નંબર આવેલ છે ચોથા ક્રમે ન્યુ એરા વિદ્યાલય ની જાકાસણીયા કિજલ 99.46PR ચોથા નંબરે આવેલ છે. આમ હળવદ તાલુકામાં પ્રથમ એક થી ચાર વિદ્યાર્થીનીઓ મેદાન મારીને વિદ્યાર્થીઓને પાછળ રાખી દીધા છે

જો કે, એ-ટુ ગ્રેડમાં ૨૭૬, બી-વન ગ્રેડમાં ૨૬૫, બી-ટુ ગ્રેડમાં ૧૨૯૬, સી-વનમાં ૧૪૩૦ એન સી-ટુ,અ ૭૧૩ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે જો જીલ્લામાં આવેલા જુદાજુદા કેન્દ્રોના પરિણામ ઉપર નજર કરીએ તો પાંચ તાલુકામાં સૌથી વધુ પરિણામ હળવદ તાલુકાના કેન્દ્રનું ૮૭.૩૯ ટકા આવ્યું છે તે સિવાય મોરબી કેન્દ્રનું ૮૨.૬૪ ટકા, વાંકાનેર કેન્દ્રનું ૮૪.૩૬ ટકા અને ટંકારા કેન્દ્રનું ૮૪.૭૦ ટકા પરિણામ આવ્યું છે
સ્કૂલના સંચાલકોએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી જેમાં હળવદ ની સ્કૂલો મહર્ષિ ગુરુકુળ, ન્યુ એરા વિદ્યાલય તક્ષશિલા વિદ્યાલય મંગલમ વિદ્યાલય સદભાવના વિદ્યાલય વિવેકાનંદ વિદ્યાલય,નાલંદા વિદ્યાલય ,સરદાર પટેલ, વિદ્યાદશૅનવિધાલય, નવનિમાણ વિધાલય,રંગમાધ્યમિક વિધાલય ધનશ્યામપુર, વગેરેવિદ્યાર્થીઓ ઝળકી ઊઠયા છે અને મોરબી જિલ્લામાં હળવદ કેન્દ નુ ૮૭,૩૯ ટકા સાથે જીલ્લા પ્રથમ નંબરે આવેલ છે, શાળા નામ રોશન કર્યું છે.

મયુર રાવલ હળવદ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY