સુરતની ઘટના બાદ નર્મદા જિલ્લામાં પણ ફાયર સેફટીની સુવિધા ચકાસવા જિલ્લા કલેક્ટરનો આદેશ : ટ્યુશન સંચાલકોમાં ફફડાટ
જ્યાં સુધી જરૂરી નોંધણી અને ફાયર સેફટીના સર્ટી કે NOC નહિ મેળવે ત્યાં સુધી ટ્યુશન ક્લાસીસ બંધ રાખવા આદેશ જીલ્લાની વડી રાજપીપળા સિવિલમાં પણ ફાયર સેફટી નો અભાવ
રાજપીપળા : ગઈકાલે સુરતમાં થયેલ આગની ઘટના બાદ સમગ્ર ગુજરાતના ટ્યુશન ક્લાસીસમાં તપાસ થઇ રહી છે ત્યારે નર્મદા જિલ્લાકલેક્ટરે પણ ફાયર સેફટી માટેની તપાસના આદેશ આપ્યા છે. સાથે નગરપાલિકાની ટીમે રાજપીપળાના ટ્યુશન ક્લાસીસોમાં ચેકીંગ કરી ફાયર સેફટી છે કે કેમ એ જોતા મોટાભાગના ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો. જોકે રાજપીપળામાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા ટ્યુશન ક્લાસીસો કોઈ પાસે સેફ્ટી અંગેની એનઓસી નથી કે કોઈ નિયમ પાળ્યા નથી અને શિક્ષણ વિભાગમાં કોઈ નોંધણી પણ નથી જેથી તમામ ટ્યુશન ક્લાસીસ જ્યાં સુધી વિવિધ સરકારી મંજૂરી ના મેળવે ત્યાં સુધી બંધ રાખવા આદેશ આપ્યો છે.
જિલ્લા કલેક્ટર આઈ કે પટેલની સૂચના બાદ સિવિલ હોસ્પિટલની સાથે રાજપીપળા સહીત તમામ જિલ્લામાં ચેકીંગ હાથ ધરાયુ છે જેમાં ખાસ કરીને નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળામાં પણ કોઈ પણ જગ્યાએ ફાયર સેફ્ટી જોવા મળી ન હતી.રાજપીપળાના એક પણ ટ્યુશન ક્લાસીસમાં કોઈપણ જાતની ફાયર સેફ્ટી કે આવવા જવાનો અલાયદો રસ્તો પણ હોય તેવું જોવા મળ્યું ન હતું શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ એક ત્રણ માળી બિલ્ડીંગ જોકે બંધ હતી પરંતુ ત્યાં પણ માત્ર જવાનો અને આવવાનો એક જ માર્ગ હતો અને અન્ય કોઈ પણ સુવિધા હતી નહીં અન્ય ક્લાસીસમાં કેટલીક જગ્યાએ વિદ્યાર્થીઓ ભણતા નજરે પડ્યા હતા પણ યાં પણ કોઈ પણ જાતની ફાયરની સુવિધા ન હતી. આમ રાજપીપળાના તમામ ટ્યુશન ક્લાસીસ ગેરકાયદેસર ગણાય હાલ તમામને પાલિકાએ નોટિસ આપી છે કે તાત્કાલિક ટ્યુશનમાં ફાયર સેફટી કીટ અને જરૂરી હવા ઉજાસ વાળો ક્લાસ, સાથે ટ્યુશન ક્લાસની જગ્યા અને સ્થાનિકોનો કોઈ વાંધો નથી જે તમામ બાબતોના પુરાવા સાથે NOC મેળવી વિદ્યાર્થીઓની સંખ્યા પણ દર્શાવવી સહિતની માહિતી માંગી છે. શિક્ષણ વિભાગ કે પાલિકાની કોઈ ટ્યુશન સંચાલકે પરવાનગી મેળવી નથી. માટે તમામ ટ્યુશન ક્લાસીસો પર હાલ તંત્રે તવાઈ બોલાવી છે.
ફાયર સેફટી ના અભાવ વાળા તમામ એકમોને નોટિસ આપવા કવાયત
સૌથી પહેલા તો સુરતના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી ત્યારબાદ પાલિકા પ્રમુખ જિગીષાબેન ભટ્ટે જણાવ્યું હતું કે મારી જાણ મુજબ રાજપીપળામાં કોઈપણ ટ્યુશન ક્લાસીસ વાળાએ ફાયર અંગેની કોઈપણ એન.ઓ.સી લીધી નથી. અને પાલિકા કચેરીમાં ટ્યુશન કરતા હોય એ અંગેની જાણ પણ કરતા નથી. અને તેને કારણે જ અમે આજે સમગ્ર રાજપીપળામા ટ્યુશન ક્લાસ હોટલો અને બિલ્ડિંગમાં તપાસ કરી રહ્યા છીએ અને સેફટી અંગે કોઈ સુવિધા ના હોય તો નોટિસો ફટકારી છે.આ ચેકીંગ અમારી ટીમ કરી રહી છે અને તમામ સામે આ અંગે કાર્યવાહી કરીશું.
રાજપીપળા શહેરમાં ફાયર સેફટી ચેકીંગની વિગત:-
રાજપીપળા શહેરમાં શનિવારે હાથ ધરાયેલા ફાયર સેફટી ચેકીંગ માં શહેરના 04 ટ્યુશન ક્લાસ ,05 સ્કૂલ ,06 હોસ્પિટલો (રાજપીપળા સિવિલ સહીત ),08 હોટેલ / રેસ્ટોરન્ટ અને 01 સિનેમા મળી કુલ 24 જગ્યાઓ પર ફાયર સેફટી બાબતેની પાલિકાની ટીમે તપાસ કરી જેમાં આ તમામ ને ત્રણ દિવસમાં ફાયર સેફટીના નિયમો મુજબ ત્રણ દિવસમાં સગવડો ઉભી કરવા સૂચના અપાઈ હતી.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




