મોરબીના જાણીતા તબિબ ડો.જયેશ સનારીયા આંતરરાષ્ટ્રીય કોન્ફોરન્સ મા પોતાનુ સંશોધન પોસ્ટર રજુ કરશે

0
31

સમગ્ર વિશ્વ ના ચામડી ના રોગો ના નિષ્ણાંત તબિબો (ડર્મેટોલોજીસ્ટ્સ) ની ૨૪ મી વિશ્વ કક્ષા ની કોન્ફોરન્સ આગામી તા.૧૦-૧૫ જુન ૨૦૧૯ દરમિયાન ઈટાલી ના મિલાન શહેર મા યોજનાર છે. જે કોન્ફોરન્સ દર ૪ વર્ષે યુરોપ મા યોજાય છે. પ્રવર્તમાન વર્ષે યોજાનાર આ વિશ્વ કક્ષા ની કોન્ફોરન્સ મા ૮૦ થી વધુ દેશો ના નામાંકીત ૨૫૦૦૦ થી વધુ ચામડી ના રોગ ના નિષ્ણાંત તબિબો ઉપસ્થિત રહેશે. ત્યારે આ WCD (World Congress of Dermatology) કોન્ફોરન્સ મા મોરબી સ્પર્શ ક્લીનીક વાળા પ્રખ્યાત ડર્મેટોલોજીસ્ટ ડો. જયેશ સનારીયા પોતાના બે સંશોધન પોસ્ટર રજુ કરશે. જેમા નુ એક બહુ જુજ કહી શકાય તેવો સ્ટર્જ વેબર સિન્ડ્રોમ કેશ પર નુ સંશોધન અને બીજુ સાયક્લોસ્પોરીન નામની દવા નો એસ.જે. સિન્ડ્રોમ નામના રોગ પર ના ઉપયોગ અંગે ની માહીતી વિશે નુ સંશોધન રજુ કરશે.

વિશ્વ કક્ષા એ મોરબી ના તબિબ ના સંશોધનો પસંદગી પામ્યા છે જે બાબત સમગ્ર મોરબી તેમજ ગુજરાત ને ગૌરવ અપાવનારી છે. ડો. જયેશ સનારીયા એ મોરબી શહેર મા રહી વૈશ્વીક કક્ષા ની સિધ્ધી હાંસલ કરી છે તે બદલ સમગ્ર ગુજરાત ના તબિબો, પરિવારજનો, મિત્રો તેમજ શુભચિંતકો દ્વારા અભિનંદન પાઠવવા મા આવ્યા છે.

ડો. જયેશ સનારીયા ની સ્પર્શ ક્લીનીક ને વર્ષ ૨૦૧૫-૧૬ મા ગુજરાત આઈ.એમ.એ. દ્વારા રાજ્ય કક્ષા નો બેસ્ટ ક્લીનીક એવોર્ડ એનાયત કરવા મા આવ્યો હતો. વર્ષ ૨૦૧૭ મા મોરબી બ્રાંચ દ્વારા બેસ્ટ એકેડેમિક એવોર્ડ તેમજ ગુજરાત બ્રાંચ દ્વારા રાજ્ય કક્ષા નો બેસ્ટ સોસિયલ સર્વિસ એવોર્ડ એનાયત કરવા મા આવ્યો હતો. પ્રવર્તમાન વર્ષે આંતરરાષ્ટ્રીય સ્તરે તેમના સંશોધનો પસંદગી પામતા સમગ્ર વિશ્વ મા મોરબી શહેર પ્રશંસા ને પાત્ર બન્યુ છે. તેમની આ સિધ્ધી બદલ ચોમેર થી શુભેચ્છાઓ નો ધોધ વરસી રહ્યો છે

મયુર રાવલ હળવદ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY