દિલ્હીના ઠગ વેપારીનું સુરતના વેપારી સાથે લાખોનું ચીટિંગ

0
11

રૂ.૧૫.૭૭ લાખનો માલ ખરીદી પેમેન્ટ નહીં ચૂકવી છેતરપિંડી
સુરત, તા.૮
દિલ્હીના બાલાજી ટ્રેડર્સના માલિક મનોજ જૈને સુરતના વેપારી સાથે રૂપિયા ૧૫.૭૭ લાખની ઠગાઈ કરી હતી.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રિંગરોડ આદર્શ માર્કેટ-૨માં શ્રી નાકોડા ટેક્ષ ફેબના રાજુભાઈ જૈસરાજ શર્મા પાસેથી આરોપી મનોજ જૈને ગાંધીનગર દિલ્હી રૂ.૧૫,૭૭,૩૯૬ની કિંમતનો કાપડનો માલ ખરીદ્યો હતો. પેમેન્ટ માટે વાયદાઓ કરી આજદિન સુધી પેમેન્ટ નહીં ચૂકવી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. બનાવ અંગે સલાબતપુરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY