રાજકોટ શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ અને મોરબી શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા છેલ્લા ૨૦ વર્ષથી ગ્રાહક જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં આજે ગ્રાહકોના હક અને ગ્રાહકોના પ્રશ્નોના નિરાકરણ અને માર્ગદર્શન માટે ગ્રાહક જાગૃતિ સેમીનાર યોજવામાં આવ્યો હતો
જે ગ્રાહક સેમિનારમાં પૂર્વ સાંસદ અને રાજકોટ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમાબેન માવાણી, અધિક કલેકટર કેતનભાઈ જોષી, નાયબ મામલતદાર દિપાલી પાલા, મોરબી એસીબી પીઆઈ જાની, ટ્રાફિક પીએસઆઈ વાઘેલા સહિતના મહાનુભાવો તેમજ ગ્રાહકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગ્રાહક જાગૃતિ સેમીનારમાં ગ્રાહકોને સતાવતા વિવિધ પ્રશ્નો અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તે ઉપરાંત પ્રમાણિકતાથી પોતાની ફરજ નિભાવનાર સરકારી કર્મચારી, વેપારીઓના પણ આ તકે સન્માન કરવામાં આવ્યા હતા ગ્રાહકો છેતરપીંડીનો ભોગ ના બને તેમજ પોતાના હક માટે જાગૃત બને તેવા ઉદેશથી ગ્રાહક જાગૃતિ સેમીનાર યોજવામાં આવ્યો હતો ગ્રાહક જાગૃતિ સેમીનારમાં જીઇબી, વીમા, એસટી, સહિતના પ્રશ્નો આવ્યા હતા જે અંગે ગ્રાહક સુરક્ષા મંડળ યોગ્ય કરશે તેમ જણાવ્યું હતું
રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




