મોરબી,તા.૧૦
મોરબીમાં સમાકાંઠા વિસ્તારમાં આવેલ ઋષભ નગર સોસાયટીમાં શીવાયલ એપાર્ટમેન્ટમાં રહેતા અને સિરામિક ટાઈલ્સનાં ઉદ્યોગપતિ રાજેશભાઇ ડેડણીયાનાં ત્રણ વર્ષનો ફૂલ જેવો માસૂમ બાળક નિત્ય મોઢામાંથી ફીણ નીકળતી હાલતમાં રૂમ માંથી મળી આવ્યો હતો. જેમાં સારવાર માટે બાળકને મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં માસૂમ બાળક નિત્યનું સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું.
૩ વર્ષનાં નિત્યનાં ગળાના ભાગે ટૂંપો આપ્યો હોય તેવા નિશાન મળી આવતા આ બનાવ હત્યાનો હોવાની પુરી આશંકા સેવાઇ રહી છે. ત્યારે મોરબી બીડીવીઝન પોલીસે બાળકના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટેની માગ કરતા બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી પંથકમાં માસૂમ બાળકના અપમૃત્યુથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જો કે માતા જ્યારે ઘરમાં ઘઉં સાફ કરી રહી હતી ત્યારે જ માસુમ બાળક નિત્ય બેભાન હાલતમાં મળી આવ્યો હતો. લોકોમાં ચર્ચા થઇ રહી છે કે બાળક મોત સુધી પહોચી ગયો ત્યાં સુધી માતાને ખબર ન પડી તે ચોંકાવનારી વાત છે. જો કે આ બાબતે ડીવાયએસપી બન્નો જાશી, બી ડિવિઝન પીઆઈ સહિતની ટીમો ઘટના સ્થળ પર પહોંચી આ શંકાસ્પદ મોતની તપાસ કરી રહ્યાં છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





