અ..હો..હો…કાદવમાં પગ ન પડે માટે ભુટાનના પૂર્વ વડાપ્રધાને પત્નીને પીઠ પર ઉંચકી

0
192

ન્યુ દિલ્હી,તા.૧૫
બોલીવૂડની મશહૂર ફિલ્મ પાકિઝામાં એક સંવાદ હતો. જેમાં અભિનેતા રાજકુમાર કહે છે કે..આપ કે પાંવ દેખેપ.બહોત હસીન હૈપ.ઈન્હે જમીન પર મત ઉતારીયે..મેલે હો જાએંગેપ.
ભારતના પાડોશી દેશ ભુટાનના પૂર્વ વડાપ્રધાને પાકિઝા જાઈ છે કે નહી તે તો ખબર નથી પણ પાકિઝાનો આ ડાયલોગ તેમણે રીયલ લાઈફમાં સાચો પાડ્યો છે. ભૂટાનના પૂર્વ વડાપ્રધાન શેરિંગ તોબગેની એક તસવીર આજકાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં તેઓ પત્નીને કાદવમાં ચાલવુ ના પડે તે માટે પીઠ પર ઉંચકીને લઈ જઈ રહ્યા છે. તોબગેએ આ તસવીર જાતે શેર કરી હતી.
જેમાં તેમણે બ્રિટનના ક્વીન એલિઝાબેથ અને સર વોલ્ટર રેલીગની સ્ટોરી યાદ કરીને લખ્યુ હતુ કે એક વ્યક્તિ પોતાના પ્રેમના પગ સુરક્ષિત રાખવા માટે ઘણુ બધુ કરી શકે છે. એવુ કહેવાય છે કે સર વોલ્ટર રેલીગે એક વખત એલિઝાબેથના પગ ગંદા ના થાય તે માટે પોતાન કપડા કીચડવાળા રસ્તા પર નાંખી દીધા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY