વાંકાનેરમાં આડાસંબંધે લીધો ૧૩ વર્ષના તરુણનો જીવ, હત્યારો ફરાર..

0
126

કુવામાંથી મળેલો મૃતદેહ હત્યા બાદ ફેકી દીધાનો ખુલાસો

વાંકાનેરના પંચાસીયા ગામની સીમમાંથી ગઈકાલે બપોરે એક ૧૩ વર્ષના તરુણનો મૃતદેહ મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દોડી ગઈ હતી અને બે દિવસથી ગુમ તરુણના મૃતદેહની ઓળખ બાદ તરુણની આડાસંબંધ મામલે હત્યા થયાનો ખુલાસો થયો છે જે બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ વાંકાનેરમાં ખેતમજુરી કરતા કરમશી નાનજી કીક્ડીયા નામના આદિવાસીનો ૧૩ વર્ષનો તરુણ વયનો દીકરો બબલુ બે દિવસ પૂર્વે ગુમ થયો હતો અને ગુરુવારે બપોરે પંચાસીયા ગામની સીમમાંથી મૃતદેહ મળ્યો હતો જે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો અને તરુણને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોય જે બનાવ મામલે મૃતકના પિતા કરમશી નાનજી કીકડિયાએ ફરિયાદ નોંધાવી છે.

જેમાં જણાવ્યું છે કે તેનો દીકરો બબલુ (ઉ.વ. ૧૩) વાળાને આરોપી ઠાકોર ભુરસીંગ આદિવાસી નામના શખ્શે તેની પત્ની સાથે ફરિયાદીના દીકરાને આડા સંબંધ હોય અને બંનેને કઢંગી હાલતમાં જોઈ જતા તીક્ષણ હથિયારોનાં ઘા ઝીંકી તેમજ બોથડ પદાર્થ ઝીંકી નિર્મમ હત્યા નીપજાવી છે વાંકાનેર તાલુકા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા કવાયત આદરી છે બનાવની વધુ તપાસ વાંકાનેર તાલુકા પીએસઆઈ જી આર ગઢવી ચલાવી રહ્યા છે

રિપોર્ટર
રાહુલ નગવાડિયા મોરબી

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

 

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY