ડોકટર સામે છેડતીની ફરિયાદ મામલે જેતપરની બજારો બંધ.

0
13

ડોકટર નિર્દોષ હોવાનું અને ફરિયાદ ખોટી હોવાના ગ્રામજનોના આક્ષેપ

મોરબી તાલુકાના જેતપર ગામે સરકારી ડોકટર વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ ખોટી હોવાનો આરોપ લગાવી જેતપરના ગ્રામજનો દ્વારા સ્વયંભૂ સજ્જડ બંધ પાડીને ડોકટર વિરુદ્ધ થયેલ ફરિયાદ રદ કરવાની માંગ કરવામાં આવી હતી અને સરકારી આરોગ્યકેન્દ્રને ગ્રામજનો દ્વારા તાળાબંધી કરવામાં આવી હતી.

માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામે રહેતી અનુ. જાતિની એક મહિલા જેતપરના સરકારી દવાખાને ચેકઅપ માટે જતા સરકારી ડોકટર ડેનિશ વરસાણીયાએ સારવાર કરવાને બહાને તેની છેડતી કરી હોવાનો આરોપ લગાવી જાતીય સતામણી અને જાતિપ્રત્યે હડધૂત કરી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે.

જે મામલે જેતપર ગામ સમસ્ત દ્વારા આ ઘટનાના વિરોધમાં ગામ સ્વયંભૂ બંધ રાખી ગામની સેવામાં સતત ખડેપગે રહેતા ડોકટર વિરુદ્ધ થયેલી ફરિયાદ ખોટી હોવાનું જણાવ્યું હતું અને ગ્રામજનો દ્વારા સજ્જન ડોકટર વિરુદ્ધ થયેલી ફરિયાદ રદ્દ કરવાની માંગ કરવામાં આવી હતી. તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્રને તાળાબંધી પણ કરી હતી.

રિપોર્ટર
રાહુલ નગવાડિયા મોરબી ૯૭૩૭૦૭૫૭૧૭

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY