મેળાના ગ્રાઉન્ડ નજીક ડીમોલીશન, દબાણો પર સરકારી બુલડોઝર ફરી વળ્યું.

0
12

દબાણોનો સર્વે કરવા માટે ટીમની રચના, સપ્તાહ સુધી કરાશે સર્વે

મોરબી નગરપાલિકા દ્વારા શુક્રવારથી અનેક વિસ્તારોમાં જમીન દબાણ અંગેનો સર્વે શરુ કરવામાં આવ્યો છે જેમાં ચીફ ઓફિસર દ્વારા ૭ કર્મચારીઓની ટીમની નિમણૂક કરી છે અને આ ટીમ સ્થળ તપાસ કરીને આઠ દિવસમાં ચીફ ઓફિસરને દબાણોનો સર્વે પૂર્ણ કરીને પુરાવાઓ રજુ કરશે તો આજે ચીફ ઓફિસરની આગેવાનીમાં પાલિકાની ટીમે ધોળેશ્વર સ્મશાન ખાતે મેળાના ગ્રાઉન્ડમાં કાચા પાકા દબાણો દુર કર્યા હતા.

મોરબી નગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે ધોળેશ્વર સ્મશાન ખાતે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે છે જોકે મેળાના ગ્રાઉન્ડ તેમજ આસપાસમાં અનેક કાચા પાકા દબાણો ખડકી દેવાયા હોય જે દબાણો દુર કરવા આજે પાલિકાના ચીફ ઓફિસર સહિતની ટીમ દ્વારા ડીમોલીશન કરવામાં આવ્યું હતું અને કાચા પાકા દબાણો પર સરકારી બુલડોઝર ફેરવી દેવાયું હતું.

મોરબી નગરપાલિકા દ્વારા તા. ૨૪ને શુક્રવારથી મકાનો અને દુકાનોના રેગ્યુલરાઈઝ અંગેના આધાર પુરાવાઓની ચકાસણી શરુ કરવામાં આવી છે જે આસામીઓએ બિનકાયદેસર દબાણ કરેલ હોય તેની સંપૂર્ણ વિગત રજીસ્ટરમાં નોંધશે. આ કામગીરી ૮ દિવસમાં પૂર્ણ કરી ચીફ ઓફિસરને રિપોર્ટ કરવા ચીફ ઓફિસરે આદેશ કર્યો છે દબાણોના સર્વે કામગીરી અંગે ચીફ ઓફિસર ગીરીશ સરૈયા જણાવે છે કે મોરબી નગર પાલિકાના વિસ્તારોમાં વિસ્તાર વાઈઝ ટીમો બનાવીને ગેરકાયદે દબાણ અંગે સર્વે હાથ ધરાશે તેમજ સર્વે બાદ દબાણો દૂર કરવાની કાર્યવાહી શરુ કરાશે. જેમાં પ્રથમ તબક્કાના વિસ્તારોની યાદી બનાવી સોપી દીધી છે અને સાત લોકોની ટીમને જવાબદારી સોપવામાં આવી છે જે સર્વે બાદ દબાણો હટાવવામાં આવશે

રિપોર્ટર
રાહુલ નગવાડિયા મોરબી ૯૭૩૭૦૭૫૭૧૭

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY