યુવાનો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે નવરાત્રીનું પર્વ નજીક છે અને દર વર્ષની જેમ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય જે આયોજન સંદર્ભે નવરાત્રીને આવકારવા માટે મોરબીમાં ફ્લેશ મોબ યોજવામાં આવ્યું હતું જેમાં સૌ કોઈ મન મુકીને ઝૂમ્યા હતા.

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા નવરાત્રીના પર્વને આવકારવા માટે સ્કાય મોલ નજીક ફ્લેશ મોબનું આયોજન કરવામાં આવ્યું હતું મોરબીવાસીઓ માટે ફ્લેશ મોબ હજુ નવો કન્સેપ્ટ છે ફ્લેશ મોબમાં ઓચિંતા એક કે બે થી ત્રણ લોકો આવીને ઝૂમવા લાગે છે તો બાદમાં સૌ કોઈ સાથે જોડાઈને ગરબાના તાલે ઝૂમતા હોય છે આવો જ નજારો ગત રાત્રીના જોવા મળ્યો હતો ફ્લેશ મોબના આયોજન મુજબ સરપ્રાઈઝિંગલી બે થી ત્રણ યુવાનોએ શરૂઆત કર્યા બાદ ગરબા વાગવા લાગ્યા હતા અને બાદમાં ઉપસ્થિત હજારો લોકો ગરબે ઘૂમ્યા હતા.

યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીની પ્રેરણાથી સંસ્થાએ ફ્લેશ મોબનું આયોજન કર્યું હતું અને નવરાત્રીના પર્વ પૂર્વે જ યુવાનો સહિતના સૌ કોઈ ગરબે ઘુમીને નવરાત્રી પર્વની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય તેમ દર્શાવ્યું હતું અને વેલકમ નવરાત્રીના ભાગરૂપે સૌ કોઈ ઝૂમ્યા હતા.

રાહુલ નગવાડિયા મોરબી
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





