મોરબી,તા.૫
મોરબીના રવાપર રોડ પર પ્રેમ પ્રકરણમાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. યુવક રાત્રે બહાર જમવા ગયો હતો અને યુવતીના પિતરાઈ ભાઈએ તેને રસ્તામાં આંતરી હુમલો કરી દીધો હતો. મૃતક આરોપીની બહેન સાથે સંબંધ ધરાવતો હતો. મોરબી પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા રાહુલ અશ્વિનભાઇ ભોજક (ઉં.વ ૨૦) નામના યુવકને રાતે એકાદ વાગ્યે રવાપર રોડ પર જ્યોતિ નામની ઓફિસ નજીક રોડ પર છરીના ઘા ઝીંકી અજાણ્યા શખ્સ ફરાર થઇ ગયા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત રાહુલને સારવાર માટે મોરબી હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલમાં ખસેડ્યો હતો.
સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. હત્યાનો ભોગ બનનાર રાહુલ ત્રણ ભાઇમાં મોટો હતો અને લખધીરપુરમાં જય ગણેશ સિરામિકમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હતો. તેના બે નાના ભાઇઓનાં નામ કિશન અને તુષાર છે. પિતા અશ્વિનભાઇ નાનજીભાઇ ભોજક રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે.
ઘરે રીંગણાં-બટાકાનું શાક બનાવ્યું હોઇ તે રાહુલને ભાવતું ન હોઇ, જેથી તે પોતે બહાર જમવા જાય છે તેમ કહીને ઘરેથી નીકળ્યો હતો. પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે રાહુલને એક યુવતી સાથે પ્રેમસંબંધ હતો અને રાહુલ તે યુવતીના પિતરાઈ ભાઈ પ્રેમને તેની બહેન સાથે સંબંધને લઇ પજવણી કરતો હતો.
તેને પ્રેમે અવારનવાર સમજાવ્યો હોવા છતાં તે સમજતો ન હોઇ આ કારણે પ્રેમ ઉશ્કેરાયો હતો અને રાહુલ અને પ્રેમ ભેગા થઇ જતાં બોલાચાલી કરી પ્રેમ છરીનો ઘા ઝીંકી ભાગી ગયો હતો. મોરબી એ ડિવિઝન પોલીસે પ્રેમ ઓડ નામના યુવકની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





