ન્યુ દિલ્હી,તા.૫
કાળાનાણાં ઉપર ઈન્ક્મ ટેક્સ વિભાગ મોટી કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યો છે. ટેક્સ ડિપાર્ટમેન્ટ લગભગ ૧ લાખ બેન્ક ખાતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. જાણકારી અનુસાર આ એ લોકો છે જેમણે નોટબંધી દરમિયાન ખાતાઓમાં મોટી રકમ જમા કરાવી હતી. આ મામલે ઈન્ક્મ ટેક્સ વિભાગે તેમને નોટિસ જારી કરી હતી, જા કે તેમને આ અંગેનો કોઈ પ્રત્યુત્તર હજુ સુધી મળ્યો નથી.
આ પ્રકારના તમામ ખાતાધારકો વિરુદ્ધ કાર્યવાહી કરવાના નિર્દેશો વરિષ્ટ અધિકારીઓને આપી દેવામાં આવ્યા છે. ઈન્ક્મ ટેક્સ વિભાગ હવે શંકાસ્પદ ખાતાઓમાં થયેલી લેન-દેણની તપાસ કરશે અને ચોથા ક્વાર્ટરમાં એસેસમેન્ટ કરશે. જવાબ દેનારા લોકોના રીટર્ન સાથે તેમને ખુલાસેલી રકમની સરખામણી કરવામાં આવશે. ત્યારબાદ દોષી ઠેરવાયેલા લોકો સામે દંડ સાથે ટેક્સની રકમ વસુલવામાં આવશે.
પ્રાપ્ત જાણકારી અનુસાર લગભગ ૩ લાખ લોકોને આ મામલે નોટિસ મોકલવામાં આવી છે. આ પૈકીના માત્ર ૨ લાખ લોકોએ નોટિસનો જવાબ આપ્યો છે. જયારે એક લાખ લોકોએ આઇટી રીટર્ન જ ફાઈલ કર્યું નથી. એટલે હવે ૧ લાખ લોકો સામે કાર્યવાહી થશે તે નક્કી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



