હનુમાનજીની મૂર્તિ તોડતા બિહાર ભડકે બળ્યું, વાહનો પર પથ્થરમારો, દુકાનો સળગાવી

0
44

નવાદા,
તા.૩૦/૦૩/૨૦૧૮

બિહારમાં રામનવમીના દિવસે ભડકેલી હિંસા હજુ શાંત પણ થઈ ન હતી કે એકવખત ફરીથી અહીં માહોલ બગડી રહ્યો છે. બિહારના નવાદામાં બજરંગબળીની મૂર્તિ તોડવાને લઈને બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે. જેમાં અને ગાડિઓના કાચ તોડવામાં આવ્યાં છે. પરિસ્થતિને કાબૂમાં લેવા માટે પોલીસે અત્યારસુધીમાં ૧૦ રાઉન્ડ ફાયરિંગ કર્યાં છે.

ગુરૂવારે રાત્રે નવાદા બાયપાસ પર હનુમાનજીની એક મૂર્તિ તોડી નાંખવામાં આવી હતી. જે બાદ સ્થતિ બેકાબૂ બની ગઈ હતી. સાંપ્રદાયિક હિંસાની આગમાં સળગી રહેલું બિહારમાં સતત હિંસકિય ઘટનાઓ જાવા મળે છે. ત્યારે નવાદામાં પણ તણાવગ્રસ્ત સ્થતિ છે. ગાડિઓના કાચની સાથે કેટલીક દુકાનોમાં પણ આગ લગાવવામાં આવી હતી. પ્રદર્શનકારીઓને રોકવા માટે પોલીસને હવામાં ફાયરિંગ પણ કરવું પડ્યું હતું. કેટલાંક અસામાજિક તત્વો દ્વારા ધાર્મિક સ્થળને ક્ષતિગ્રસ્ત કરાયું હતું. જેનાથી નારાજ લોકોએ પટના-રાંચી રાજમાર્ગ ૩૧ પર જામ લગાવી દીધો હતો. રસ્તા પર બંને જૂથ વચ્ચે ભારે પથ્થરમારો પણ થયો હતો. રોષે ભરાયેલાં લોકોના ગુસ્સાનો ભોગ મીડિયાકર્મીઓ પણ થયા હતા.

રામનવમીના દિવાસ બિહારમાં ફેલાયેલી હિંસા હવે રાજ્યના ૬ જિલ્લાઓમાં પહોંચી ગઈ છે. છેલ્લાં ચાર દિવસોમાં સમસ્તીપુર, મુંગેર, ઔરંગાબાદ, નાલંદા, ભાગલપુર અને અરરિયામાં સ્થતિ બગડી છે.

કાયદો વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહિવટી તંત્રએ કેટલાંક વિસ્તારોમાં ધારા ૧૪૪ લાગૂ કરી છે તો અમુક જગ્યાએ ઈન્ટરનેટ સેવા પર રોક લગાવી દીધી છે.

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે હાલમાં કહ્યું કે, “કેટલાંક લોકો વાતાવરણ ખરાબ કરવામાં કાર્યરત છે, પરંતુ અમે એવું થવા નહીં દઈએ.” સુશીલ મોદીએ પણ સ્પષ્ટ નિર્દેશ આપ્યાં હતા કે, “તંત્રના જણાવ્યા મુજબના રૂટ પરજ સરઘસ અને વિસર્જન યાત્રા કાઢવામાં આવે, ભડકાઉ ગીત ન વગાડવામાં આવે.”

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY