પાનેલી ગામે ચોરી કરવા આવેલા તસ્કરને વીજશોક લાગ્યો, ખાલી હાથે ભાગવું પડ્યું

0
221

મોટરચાલુ હોય જેથી વીજશોકની આશંકા, સળગેલી હાલતમાં છરી મળી

મોરબી પંથકમાં તસ્કરોએ કાયમી પડાવ નાખ્યો હોય તેમ ગત રાત્રીના સમયે મોરબી નજીકના પાનેલી ગામે તસ્કરોએ ધામ નાખ્યા હતા અને સબમર્શિબલ પંપના વીજકેબલ વાયર ચોરી કરવા પ્રયાસ કર્યો હતો જોકે તસ્કરોને વીજશોક લાગ્યો હોય અને ખાલી હાથે પરત ફર્યો હોય તેવી માહિતી ગ્રામજનો પાસેથી પ્રાપ્ત થઇ છે.
મોરબીના પાનેલી ગામમાં સોમવારે રાત્રીના તસ્કરો પહોંચ્યા હતા અને પાનેલી ગામે ગ્રામ પંચાયતનો પાણીનો ટાંકો આવેલ છે તેના સબમર્શીબલ પમ્પના વીજકેબલ વાયર ચોરી કરવા તસ્કરો આવ્યા હોય જોકે તસ્કરો કઈ લઇ જઈ શક્યા ના હતા આ મામલે ગામના ઉપસરપંચ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ સબમર્શીબલ પમ્પના વીજકેબલ ચોરીના ઇરાદે તસ્કરો આવ્યા હતા અગાઉ પણ આવા પ્રયાસો થયા છે જોકે રાત્રીના મોટર ચાલુ હોય જેથી વીજકેબલ વાયર કાપવા જતા વીજશોક લાગયો હોવાની આશંકા જણાઈ રહી છે ને શોટસર્કિટ લાગવાથી છરી પણ સળગેલી હાલતમાં સ્થળ પરથી મળી આવી છે
આ બનાવ મામલે ઉપસરપંચે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે આમ ચોરી કરવા આવેલા તસ્કરોને વીજશોક લાગતા તેને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું પરંતુ આ વિસ્તારમાં તસ્કરોના કાયમી ધામાં પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કરે છે

રિપોર્ટર
રાહુલ નગવાડિયા
મોરબી
9737075717

*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY