મુંબઈ,તા.૬
બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ આજકાલ તેના કરિયરની ઊંચાઇએ છે. હાલમાં જ ‘સિમ્બા’ દ્વારા બોક્સ ઓફિસ પર ધાક જમાવનારો રણવીર આગામી ફિલ્મ ‘ગલી બોય’માં જાવા મળશે. હાલમાં જ પ્રમોશન દરમિયાન તેને રણબિર કપૂર વિશે પ્રશ્ન કરવામાં આવ્યો હતો, જેનો જવાબ તેણે ખૂબ જ અલગ અંદાજમાં આપ્યો હતો.
મીડિયા સાથે વાત કરતાં રણવીર સિંહને પૂછવામાં આવ્યું હતું કે, રણબિર કપૂરનું નામ આવતાં તેના મનમાં શું વિચાર આવે છે? આના જવાબમાં રણવીર સિંહે કહયું કે, પ્રતિભા, શાનદાર પ્રતિભા. મને રણબિર કપૂરથી પ્રેમ છે. તે મારો ગમતો એક્ટર છે. રણવીર સિંહ શરૂઆતથી જ રણબિર કપૂરના વખાણ કરતો આવ્યો છે. તે ઘણી વખત કહીચુકવ્યા છે કે, રણબિર કપૂરની ફિલ્મ ‘બર્ફી’માં એક્ટિંગ જાઇ તે ખૂબ જ પ્રભાવિત થયો છે.
રણવીર સિંહ સાથે આલિયા ભટ્ટ પણ હાજર હતી. રણવીરની આ વાત સાંભળી તે હસી પડી હતી. રણવીર સિંહની ફિલ્મ ‘ગલી બોય’ ૧૪ ફેબ્રુઆરીએ રીલિઝ થશે. ફિલ્મમાં રણવીર સિંહ, આલિયાના બોયફ્રેન્ડના પાત્રમાં જાવા મળશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



