દિલ્હીના બુરાડીમાં 11 લોકોનાં મોત પાછળનો ખુલાસો

0
76
35 પેજમાં મોતની પટકથાનો ઉલ્લેખ

દિલ્હીના બુરાડીમાં 11 લોકોના મોત અંગેનો ખુલાસો કરવામાં આવ્યો છે. આંખ બંધ કરવા અને હાથ બાંધીને લટકવાથી મોક્ષ પ્રાપ્તી થવાની માહિતી રજિસ્ટરમાંથી મળી આવી છે. પોલીસને તપાસ દરમ્યાન બે રજિસ્ટર મળી આવ્યા છે. આ રજિસ્ટરમાં મોતની આખી જે પટકથા રચવામાં આવી છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્ટૂલનો ઉપયોગ કરીને લટકવાથી મોક્ષની પ્રાપ્તી થતી હોવાનો ઉલ્લેખ રજિસ્ટરમાં હોવાનું માનવામાં આવે છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે રજિસ્ટરમાં જે વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે મૂજબ ઘરમાંથી તમામ લોકોના મૃતદેહ લટકતી હાલતમાં મળ્યા છે. 10ના મોત લટકતી હાલતમાં તો અન્ય એકનો મૃતદેહ અન્ય રૂમમાંથી લટકતી હાલતમાં મળી આવ્યો છે. રજિસ્ટરના પ્રથમ 35 પેજમાં મોતની પટકથાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરિવારના ક્યાં સભ્યને કઈ જગ્યાએ લટકવુ તે અંગેનો પણ ઉલ્લેખ રજિસ્ટરમાં થયો છે. 75 વર્ષના નારાયણી દેવીનો મૃતદેહ અલગ રૂમમાંથી મળી આવ્યો છે. પુત્ર ભવનેશ અને લલિતની પત્ની સહિત બાળકોમાં નિધિ, શિવમ, મેનકા અને ધ્રુવનો મૃતદેહ જાળી સાથે લટકતો મળ્યો. 57 વર્ષના પ્રતિભા અને તેમની પુત્રી પ્રિયંકાનો મૃતદેહ બારી પાસે લટકતો મળ્યો. પ્રિયંકાની સગાઈ 17 જૂનના રોજ થઈ હતી. મૃતદેહમાં ભવનેશ અને લલિત સિવાય તમામ લોકોના હાથ સજ્જડ રીતે બાંધવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, આ રજિસ્ટરમાં 2017ના નવેમ્બર માસમાં એન્ટ્રી કરવાની શરૂઆત કરવામાં આવી હતી. જેમા અંતિમ વખત 25 જૂન 2018ના રોજ એન્ટ્રી કરવામાં આવી હતી. પોલીસે હાલમાં અંધશ્રદ્ધાના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY