‘ઇડાઇ’ વાવાઝોડામાં મદદ માટે પહોંચ્યા ભારતીય નૌકાદળના ૩ યુદ્ધ જહાજ

0
8

મોઝામ્બિક,તા.૧૯
મોઝામ્બિકમાં આવેલા ઇડાઇ વાવાઝોડામાં ઇજાગ્રસ્ત લોકોની માનવીય મદદ માટે ભારતીય નૌકાદળે તેમના ત્રણ યુદ્ધ જહાજાને મોકલવાનો નિર્ણય કર્યો છે. નિર્ણયના અંતર્ગત ભારતીય નૌકાદળે તેમના આઇએનએસ સુજાતા, આઇએનએસ શાર્દૂલ અને આઇએનએસ શારથીને મોઝામ્બિકની તરફ રવાના કરી દીધા છે. આ ત્રણે યુદ્ધ જહાજ મોઝામ્બિકના પોર્ટ સિટી બીરામાં તૈનાત કરવામાં આવશે. ભારતીય નૌકાદળે તેમના આ જહાજામાં ત્રણ ડોક્ટર અને પાંચ નર્સ સહિત મોટી સખ્યાંમાં દવાઓ પણ મોઝામ્બિક મોકલી છે. જેનાથી દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર મદદ મળી શકે.
ભારતીય નૌકાદળના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, રિપબ્લિક ઓફ મોઝામ્બિકના અનુરોધને સ્વિકાર કરતા ત્રણ નેવલ જહાજાને મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, મોઝામ્બિકમાં આવેલા ચૌથી કેટેગરીના ટ્રોપિકલ સાયક્લોન ઇડાઇને મધ્ય અને ઉત્તર ભાગમાં મોટા પ્રમાણમાં વિનાશ સર્જ્યો છે. સૂત્રોનું માનીએ તો અત્યાર સુધીમાં આ વિનાશમાં ૧૦૦૦થી વધારે લોકોના મોત થયા છે અને લગભગ ૧૦૦૦થી વધારે લોકો ગુમ થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે મોઝામ્બિકમાં આવેલા આ વાવાઝોડાથી એક લાખથી વધારે લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે. હજારોની સંખ્યામાં એવા લોકો છે જે મદદની આશામાં તેમના ઘરોની છતમાં રેસ્કિયું ઓપરેશનમાં લાગેલી ટીમોની રાહ જાઇ રહ્યાં છે.
ભારતીય નૌકાદળના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, દક્ષિણ આફ્રિકામાં મોઝામ્બિકમાં થયેલા આ મોટા વિનાશને જાઇને નૌકાદળે માનવીય મદદ માટે તેમણે આ પગલું ઉઠાવ્યું છે. ભારતીય નૌકાદળે તેમના યુદ્ધ જહાજાની મદદથી ભોજન, કપડા, દવાઓ સહિતના અન્ય રાહત સામગ્રીને મોઝામ્બિક માટે રવાના કરી છે. રાહત સામાગ્રીની સાથે સ્થાનીક લોકોને તાત્કાલીક મેડિકલ હેલ્પ આપવા માટે નૌકાદળે ૩ ડોક્ટર અને ૫ નર્સની ટીમને પણ મોઝામ્બિક માટે રવાના કરી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલી તક નથી જ્યારે ભારતે મોઝામ્બિકવાસીઓની મદદ માટે આગળ આવ્યા છે. આ પહેલા પણ ૨૦૧૭માં અનાજના સંકટથી લડી રહેલા મોઝામ્બિકવાસીઓ માટે ભારતે ૧૦ મિલિયન ડોલરની સહાયતા પ્રદાન કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY