મહારાષ્ટ્રમાં ૫૨મો સંત નિરંકારી સમાગમ યોજાયો
સુરત, તા.૩૧
મનુષ્ય જીવન માં બ્રહ્માનુભુતી દ્વારા આત્માનુભુતી પ્રાપ્ત કરી આ જીવન સફળ બનાવી શકાય છે. બ્રહ્મજ્ઞાન થી આપણો સંબંધ પરમપિતા પરમાત્મા સાથે જોડાય છે અને જીવન માં દયા, કરુણા, પ્રેમ, નમ્રતા, સહનશીલતા જેવા દિવ્ય ગુણો નો પ્રવેશ થાય છે. આપણી વાસ્તવિક ઓળખ શું છે, આપણે ક્યાં થી આવ્યા છે અને ક્યાં જવાનું છે આ વાતો નો બોધ જાણવાથી જીવનમાં સહજતા અને સ્થિરતા આવે છે.
આ પ્રતિપાદન સંત નિરંકારી મિશન ના પ્રમુખ સદગુરુ માતા સુદીક્ષા જી મહારાજે મહારષ્ટ્ર ના ૫૨ માં સંત સમાગમ ને સંબોધિત કરતા આપ્યું. નવી મુંબઈ ના ખારઘર વિસ્તાર માં આવેલ સિડકો ના વિશાળ મેદાનો માં આ સંત સમાગમ તારીખ ૨૫ થી ૨૭ જાન્યુઆરી, ૨૦૧૯ દરમિયાન આયોજિત કરવામાં આવ્યો હતો. સમાગમ માં મહારાષ્ટ્ર ના ખૂણે ખૂણે થી તથા ગુજરાત તથા દેશ ના અન્ય ભાગો થી લાખો ની સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો એ ભાગ લીધો. દુર દેશ થી પણ મોટી સંખ્યામાં પ્રતિનિધિઓ એ ભાગ લીધો.
સદ્દગુરુ માતાજી એ કહ્યું કે બ્રહ્મજ્ઞાન સંત નિરંકારી મિશન ની સૌથી મોટી વિશેષતા છે અને જ્યાર સુધી માનવ આ બ્રહ્મા જ્ઞાન ની પ્રાપ્તિ નથી કરતો ત્યાર સુધી એનું જીવન સફળ નથી થઇ શકતું. એક બહુભાષી કવિ દરબાર નું પણ આયોજન કરવામાં આવ્યું જેનો વિષય હતો – “રોશન સફર જી કે ખુદ માં સવિન્દર, જીને કા ઢંગ હમકો સીખલા ગયે”. આ કવિ દરબાર માં મરાઠી, હિન્દી, અંગ્રેજી, ભોજપુરી, પંજાબી વગેરે ભાષાઓ માં લગભગ ૧૫ કવિઓ એ કવિતા પાઠ કર્યું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




