મુંબઈ,તા.૩૧
માઓવાદીઓના ‘શુભચિંતકો’ વિરૂદ્ધ કરવામાં આવેલી છાપામારીની કાર્યવાહી પર દેશભરમાં ભારે ચર્ચા જાગી છે. તે દરમિયાન મહારાષ્ટ્ર પોલીસે પોતાની કાર્યવાહીને યોગ્ય ઠેરવી છે. મહારાષ્ટ્ર પોલીસના એડીજી (કાયદો અને વ્યવસ્થા) પરમવીર સિંહે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, માઓવાદીઓ વિરૂદ્ધ પુરાવાઓના આધારે કરવામાં આવી છે. એટલુ જ નહીં દરોડા દરમિયાન અનેક મહત્વપૂર્ણ પુરાવાઓ પણ મળ્યાં છે.
પૂનાના ભીમા-કોરેગાંવમાં દલિતોના કાર્યક્રમ બાદ ભારે હિંસા ભડકી ઉઠી હતી. આ હિંસાની ઝાળ દેશની આર્થિક રાજધાની મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોને પણ લાગી હતી. આ મામલા સાથે જ સંકળાયેલા કેટલાક લોકોએ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જેમ કોઈ રોડ શોમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવાનું ષડયંત્ર રચ્યું હોવાના પુરાવાના આધારે રાજધાની દિલ્હી સહિતના અનેક ઠેકાણેથી પાંચ લોકોની ધરપકડ કરી હતી. તેમની તપાસના આધારે વધુ પાંચ બુદ્ધિજીવીઓની ધરપકડ કરવામાં આવતા દેશભરમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
અ મામલે સ્પષ્ટિકરણ આપતા મહારાષ્ટ્ર પોલીસ એડીજી પરમવીર સિંહે કહ્યું હતું કે, દરોડાની કાર્યવાહી દરમિયાન ઘણું બધુ સાહિત્ય પણ જપ્ત કરવામાં આવ્યું છે. હાથ લાગેલા પુરાવાઓ દર્શાવે છે કે, સીપીઆઈ માઓવાદીઓનું ષડયંત્ર હતું કે, કાયદો અને વ્યવસ્થા બગાડવામાં આવે અને ત્યાર બાદ સરકારને ઉથલાવી દેવામાં આવે. એડીજીએ વધુમાં ઉમેર્યું હતું કે, પોલીસ દ્વારા પાડવામાં આવેલા દરોડાની વીડિયોગ્રાફી કરવામાં આવી છે. સીઝ કરવામાં આવ્યા બાદ આરોપીઓને તેની કોપી આપવામાં આવશે. પંચનામું પણ કાયદા અનુંસાર જ કરવામાં આવ્યું છે.
તેમણે કહ્યું હતું કે, પુરાવાઓને ફોરેંસિક તપાસ માટે મોકલી દેવામાં આવ્યાં છે. પોલીસ તપાસમાં એવી જાણકારીઓ પણ હાથ લાગી છે કે, મોટું ષડયંત્ર રચવામાં આવી રહ્યં હતું, જેમાં માઓવાદી સંગઠનો પણ શામેલ હતાં. તેઓ ધરપકડ કરવામાં આવેલા આરોપીઓ મારફતે પોતાનું લક્ષ્ય સાધવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં. આ દિશામાં ૮ જાન્યુઆરીથી તપાસ હાથ ધરી દેવામાં આવી હતી. ત્યાર બાદ ૬ લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




