ડ્રાઈવરે બસ પરથી સંતુલન ગુમાવતા અકસ્માત સર્જાયો
સતના,તા.૨૨
મધ્યપ્રદેશના સતના જિલ્લાના તુરકહા બિરસિંગપુરાની પાસે એક સ્કૂલ વાન અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે, જેમાં ૭ બાળકો સહિત ડ્રાઇવરનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે. જ્યારે અમુક બાળકો ગંભીરરૂપથી ઘાયલ થયા છે.ઘટનાના પ્રત્યક્ષદર્શિઓના જણાવ્યા મુજબ તુરકહા બિરસિંગપુરની પાસે રાજૂ કોચ બસ નંબર MP ૧૭ P-૦૮૮૫ રીવા-ચિત્રકૂટ ઘણી પૂરપાટ ઝડપે આવી રહી હતી અને અચાનક જ ડ્રાઇવરે બસ પરથી સંતુલન ગુમાવ્યું અને બસ સામેથી આવી રહેલી સ્કૂલ વાન સાથે ટકરાઇ હતી.
આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે અથડામણ પછી સ્કૂલવાન રસ્તા પરથી ઘણે દૂર ફંટાઇને પડી અને તેનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જ્યારે ઘટનામાં ૭ બાળકો સહિત ડ્રાઇવરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, તો અન્ય ઘણા બાળકો ગંભીર રૂપથી ઘાયલ થયા છે.
આ ઘટના બાદ સ્થાનિક લોકોએ સતના જિલ્લાના પોલીસ અધિકારીઓને ઘટનાની જાણ કરી હતી અને બાળકોને બહાર કાઢવામાં મદદ કરી હતી. જ્યારે ઘટના સ્થળે પહોંચેલી પોલીસે રાહત-બચાવ કાર્ય શરૂ કરી ઘણા ઘાયલ બાળકોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ માટે રવાના કર્યા હતા, તો બીજી તરફ મૃતકોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, ઘટનામાં ૭ વિદ્યાર્થીઓ ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા છે. આ સાથે ડ્રાઇવરનું પણ મોત થયું છે. આ સિવાય ઘણા વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. જેમને સારવાર માટે જિલ્લા હોસ્પિટલ રવાના કરી દેવામાં આવ્યા છે. જા કે, ઘણા વિદ્યાર્થીઓને વધુ ઈજા પહોંચી હોવાથી મૃતકોની સંખ્યા વધવાની શક્યતા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




