મધ્યપ્રદેશમાં મોટી દૂર્ઘટના : જાનૈયાથી ભરેલી ટ્રક નદીમાં ખાબકી, ૨૧નાં મોત સીધી

0
47

મધ્યપ્રદેશ,
તા.૧૮/૪/૨૦૧૮

૩૦થી વધુ લોકો ઘાયલ,મુખ્યમંત્રી સહાયની જાહેરાત કરી

મધ્ય પ્રદેશમાં મંગળવારે મોડી રાત્રે એક દુર્ઘટના બની હતી, જ્યાં સીધી જિલ્લામાં આવેવી સોન નદીમાં એક ટ્રક પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં ૨૧ લોકોના મૃત્યુ નિપજ્યા છે. મૃત્યુ પામનાર વ્યક્તિઓની સંખ્યા હજી વધે એવી આશંકા છે.

સીધી જિલ્લાથી લગભગ ૪૨ કિલોમીટર દૂર આવેલા બહરી હનુમાન માર્ગ પર જાન લઈને જઈ રહેલો મિનિ ટ્રક સોન નદી પર બનેલા જુગદહા પુલ પરથી પડી ગયો હતો. આ ઘટના રાતે સાડા દસ વાગ્યે બની. મિનિ ટ્રકને નદીમાંથી બહાર કાઢવા માટે ક્રેન બોલાવવામાં આવ્યું હતું. એક અધિકારીએ જણાવ્યું હતું કે મિનિ ટ્રક પુલની દિવાલ સાથે અથડાઈને લગભગ ૬૦ થી ૭૦ ફૂટ નીચે નદીના સુકાઈ ગયેલા વિસ્તારમાં પડ્યો. આ ઘટનામાં લોકો ખૂબ ઈજા પહોંચી છે. આ જાન સિંગરૌલી જિલ્લાના જુગની ગામથી અમિલિયા જઈ રહી હતી.

ઘટનાની જાણ થતાની સાથે જ કલેક્ટર દિલીપ કુમાર ત્યાં પહોંચી ગયા હતા. તેમણે જણાવ્યું છે કે અત્યાર સુધીમાં ૨૧ લોકોના મૃત્યુ નિપજ્યા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. આ ઘાયલ વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પટલમાં ખસેડવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે આ ઘટના પર દુખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને બે લાખ રૂપિયા અને ઘાયલોને ૫૦ હજાર રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે. આ ઘટનામાં ખૂબ ઝડપથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY