એમએસ યુનિ.માં પૂર્વોત્તરના વિદ્યાર્થીઓ સાથે જાતીય સતામણી મામલે વિદ્યાર્થીઓનું આંદોલન

0
99

વડોદરા,
તા.૧૫/૦૩/૨૦૧૮

પૂર્વોત્તરના વિદ્યાર્થીઓને જાતિવાચક ઉચ્ચારણો કરી ભેદભાવ કરવામાં આવે છે

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ભારતભરના વિવિધ પ્રદેશોમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. જેમાં પૂર્વોત્તરના વિદ્યાર્થીઓ સાથે પરપ્રાંતીય વિદ્યાર્થીઓ દ્વારા થતા ગેરવર્તણૂક અને જાતીય સતામણી મામલે આજે રેલી યોજી અને વાઈસ ચાન્સેલરને આવેદન આપવામાં આવ્યુ હતુ. થોડા દિવાસ પૂર્વે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રાજસ્થાની યુવકો અને મણિપુરી તેમજ પૂર્વોત્તરના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થવા પામી હતી. જે બનાવ બાદ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ વચ્ચે ભારેલા અગ્ન જેવો માહોલ જાવા મળ્યો હતો. ત્યારબાદ યુનિવર્સીટી સત્તાધીશો દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. તેમ છતાંય કોઈ કાર્યવાહી નહીં થતા આજે પૂર્વોત્તરના વિદ્યાર્થીઓએ રેલી યોજી અને વાઈસ ચાન્સેલરને આવેદનપત્ર આપ્યુ હતુ. પૂર્વોત્તરના વિદ્યાર્થીઓના અગ્રણી પ્રિયાનંદ શર્માએ જણાવ્યું હતું કે, અમારા પ્રદેશના વિદ્યાર્થીઓને ચીંકી, જીંગુ, ખાં સાહેબ જેવા શબ્દો ઉચ્ચારી જાતિવાચક ઉચ્ચારણ કરવામાં આવે છે.

અમારા વિસ્તારની યુવતીઓને વિસલ વગાડી અને કોમેન્ટ પાસ કરવામાં આવે છે અને મસાજ પાર્લર કહીને ચીડવવામાં આવે છે. જાણે યુનિવર્સીટીમાં અમે એક માત્ર એલિયન હોય તેવો વ્યવહાર કરવામાં આવે છે. વારંવાર થતી હેરાનગતિ મામલે હોસ્ટેલના વોર્ડન અને ચીફ વોર્ડનને પણ રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાંય કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી આજે અમે ભારતના રાષ્ટધ્વજ સાથે સાથે રેલી યોજી વાઇસ ચાન્સેલરને રજૂઆત કરવા આવ્યા છે અમે પણ ભારતના નાગરિક છે પણ અમારા સાથે થતો દુર્વ્યવહાર હવે અસહનીય થયો છે. જેથી અમે આવેદનપત્ર આપ્યું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY