વડોદરા,તા.૧૨
એમ.એસ. યુનિવર્સિટીમાં ઉર્દુ વિભાગના ટેમ્પરરી પ્રોફેસર દ્વારા આટ્ર્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની છેડતી કરતા કેમ્પસમાં ખળભળાટ મચી ગયો છે. શિક્ષણ જગત માટે કલંકરૂપ આ ઘટના બનતાજ યુનિવર્સિટી સત્તાવાળાઓએ ઉર્દુ વિભાગને તાળાં મારી દીધા હતા. બીજી બાજુ આ ઘટનાની તપાસ કરવા ડીને વુમન્સ ગ્રીવયન્સ કમિટીને સૂચના આપી છે. સાંજે રિપોર્ટ આવ્યા બાદ યુનિવર્સિટી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
પ્રાપ્ત વિગત અનુસાર એમ.એસ. યુનિવર્સિટીમાં આવેલ ઉર્દુ ડિપાર્ટમેન્ટમાં ટેમ્પરરી પ્રોફેસર તરીકે ડો. મહંમદ ઝુબેર ફરજ બજાવે છે. આ પ્રોફેસરે ક્લાસમાં આવતી આટ્ર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી અમિતા (નામ બદલ્યું છે) નામની સ્ટુડન્ટની છેડતી કરી હતી.
મંગળવારે બનેલા આ બનાવ અંગે આજે સવારે અમિતાએ ડિનને ફરિયાદ કરી હતી. ડિને આ બનાવને ગંભીરતાથી લીધી હતી. અને તુરતજ યુનિવર્સિટીમાં કાર્યરત વુમન્સ ગ્રીવયન્સ કમિટીને તપાસનો આદેશ કર્યો હતો. ડિને તપાસનો હુકમ કરતાજ આ કમિટીએ તપાસ શરૂ કરી દીધી છે. આ કમિટી સાંજ સુધીમાં અમિતાએ ઉર્દુ પ્રોફેસર ડો. મહંમદ ઝુબેર ઉપર કરેલા છેડતીના આક્ષેપની ફરિયાદનો રિપોર્ટ ડિનને સુપ્રત કરશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



