વેરો નહીં ભરાતા આવાસમાં ૧૩ નળ કનેકશનો કપાયા

0
4

સુરત, તા.૧૪
સુરત મહાનગરપાલિકામાં આવેલ અઠવા ઝોન વિસ્તારમાં વર્ષ ૨૦૧૮-૧૯ દરમ્યાન પાણી વિભાગના મ્યુનિસિપલ વોટર મીટર બીલોની ધનિષ્ઠ વસૂલાત માટે સખ્ત પગલા લેવામાં આવેલ છે. અઠવા ઝોન સંલગ્ન વેસુ વિસ્તારમાં પ્રધાનમંત્રી તથા મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ ફાળવવામાં આવેલ આવાસો તથા ફ્લેટોમાં ૧૩ નળ કનેકશનો પાણી વેરો રૂ.૧૯,૦૯,૮૨૪ ભરપાઈ કરવામાં આવેલ નથી. જેથી બાકી પાણી વેરાની વસૂલાત કરવાની ઝુંબેશ અંતર્ગત કુલ ૧૩ નળ કનેકશન કાપી પાણી પુરવઠો બંધ કરવામાં આવેલ છે, ત્યારબાદ પણ બાકી નાણાં નહીં ભરવામાં આવશે તો વધુ સખ્ત પગલા લેવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY