‘મકડી’ ફેમ શ્વેતા બસુએ પ્રભુતામાં પગલા પાડ્યા

0
19

મુંબઈ,તા.૧૪
બોલીવુડમાં અત્યારે લગ્નની મોસમ ચાલી રહી છે. દીપિકા, પ્રિયંકા બાદ હવે એક અન્ય અભિનેત્રી પણ લગ્ન કરી લીધા છે. ‘મકડી’ ફેમ શ્વેતા બસુએ પોતાના બાયફ્રેન્ડ અને ફિલ્મમેકર રોહિત મિત્તલ સાથે ૧૩ ડિસેમ્બરનાં રોજ લગ્ન કરી લીધા છે. શ્વેતા લગભગ ૪ વર્ષથી રોહિત મિત્તલને ડેટ કરી રહી હતી. લગ્નની વિધિઓ બંગાળી રીતિ-રિવાજ પ્રમાણે થઈ, જેમાં બંને પરિવારનાં લોકો અને નજીકનાં દોસ્તો હાજર રહ્યા હતા. લગ્ન બાદ શ્વેતાએ ખુદ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે જેમાં તે બંગાળી વધૂનાં રૂપમાં જાવા મળી રહી છે. રેડ કલરની સાડીમાં શ્વેતા ઘણી જ સુંદર લાગી રહી છે.
લગ્નનાં લગભગ એક અઠવાડિયા પછી શ્વેતા રિસેપ્શન પાર્ટી આપશે. શ્વેતા અને રોહિત છેલ્લા ૨ વર્ષથી લિવ-ઇન-રિવેશનશિપમાં હતા અને આ વર્ષે જૂનમાં બંનેએ સગાઈ કરી હતી. લગ્ન પહેલા શ્વેતાએ બાલીથી તસવીરો શેર કરી હતી જેમાં રોહિત અને દોસ્તો સાથે તેણે બેચલર પાર્ટી એન્જાય કરી હતી. શ્વેતાએ ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે ૨૦૦૨માં ‘મકડી’ ફિલ્મથી કેરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે ‘ઇકબાલ’, ‘વાહ!’, ‘લાઇફ હો તો એસી હો’ અને ‘ડરના જરૂરી હૈ’ જેવી ફિલ્મો કરી હતી. શ્વેતા બોલીવુડ ઉપરાંત સાઉથ ફિલ્મોનું પણ જાણીતુ નામ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY