મુંબઈ,તા.૧૪
કોમેડિયન અર્શદ વારસીએ કહ્યું હતું કે જેમને બેસ્ટ સ્ક્રીપ્ટ્સની આૅફર મળતી હોય છે એવા ટોચના ગણાતા સ્ટાર્સ સ્ક્રીપ્ટ્સની પસંદગીમાં ગોથું કેમ ખાઇ જતાં હશે ? એ વાતનું મને સતત વિસ્મય થાય છે. રાજકુમાર હીરાણીની મુન્નાભાઇ સિરિઝ, જાલી એલએલબી અને ગોલમાલ જેવી સુપરહિટ ફિલ્મોમાં કોમેડી કરી ચૂકેલા અર્શદે કહ્યું કે જો મોખરાના કલાકારોની સ્થિતિ આવી હોય તો અમારા જેવા કલાકારોની ક્્યાં વાત કરવી ?
‘ફિલ્મોદ્યોગમાં સફળતા અને હિટ ફિલ્મોના આધારે કલાકારોને સ્ક્રીપ્ટ્સની આૅફર્સ મળતી હોય છે. મોખરાના સ્ટાર્સ ગણાતા અદાકારોને બેસ્ટ કહેવાય એવી સ્ક્રીપ્ટ્સની આૅફર્સ મળતી હોય છે. છતાં એ લોકો ગોથું ખાઇ જાય ત્યારે મારા જેવા કલાકારને વિસ્મય થતું રહ્યું છે. આ કલાકારો ક્યાં ગોથું ખાઇ જાય છે અને કેવી રીતે આવું થાય છે એ વાતની મને સતત નવાઇ લાગે છે’ એમ અર્શદે કહ્યું હતું.
એણે ઉમેર્યું હતું કે સુપર સ્ટાર ગણાતા કલાકારોને તો સતત બેસ્ટ કહેવાય એવી સ્ક્રીપ્ટ્સ સહેલાઇથી મળી જતી હોય છે. અને છતાં ફિલ્મ રજૂ થાય ત્યારે બોક્સ આૅફિસ પર પીટાઇ જતી જાવા મળે છે. આ એક એવી બાબત છે જે મને સમજાતી નથી.
એણે કહ્યું કે મોખરાના સ્ટાર્સ જે સ્ક્રીપ્ટ્સ નકારે એ બીજા સ્ટારને આૅફર કરાય છે. એ પણ ના પાડે તો પછીની પેઢીના કલાકારને આૅફર થતી હોય છે. આમ ક્યાંરેક અમારા સુધી આવતાં આવતાં એ સ્ક્રીપ્ટમાંથી ઘણું ચળાઇ જતું હોય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



