મુઝફરપુર શેલ્ટર હોમ દુષ્કર્મ કેસ : સીબીઆઈએ કેસ નોંધ્યો

0
27

મુઝફ્રપુર,તા.૨૯
બિહારના મુઝફ્ફરપુર સ્થિત્ બાલિકાગૃહમાં રહેતી ૪૦ છોકરીઓ સાથે રેપ થયા હોવાની ઘટના સામે આવ્યા બાદ મુખ્યમંત્રી નીતિશ કુમારે આ ઘટનાની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (CBI)ને સોંપી હતી, ત્યારે હવે આ મામલે સીબીઆઈએ કેસ નોધ્યો છે.
આ મામલે પોલીસ દ્વારા અત્યારસુધીમાં ૧૦ આરોપીને પકડવામાં આવ્યા છે.આ દોષીઓમાં શેલ્ટર હોમના અધિકારીઓ અને કર્મચારીઓ શામેલ છે.
જો કે આ મામલાની ખાસ વાત એ છે કે, રેપ કેસ મામલે કેસ નોધાયાના બે મહિના બાદ ડોકટરોની એક ટીમેં શેલ્ટર હોમ પહોચીને તપાસ કરી છે. આ તપાસમાં ડોકટરોએ ઉપયોગમાં લેવાયેલી ૬૩ દવાઓ અને ડ્રગ્સના રેપર્સની એક યાદી બનાવી છે. આ તમામ દવાઓનું પરીક્ષણ કરવામાં આવશે. આ ઉપરાંત નિષ્ણાંતોની ટીમે છોકરીઓના કપડા અને એક કોમ્પ્યુટર પણ જપ્ત કર્યું છે.
આ મામલે ફોરેન્સિક તપાસ હાથ ધરવામાં આવી રહી છે, અને અત્યારસુધીમાં કરાયેલી મેડિકલ તપાસમાં ૩૪ છોકરીઓ સાથે રેપ થયા હોવાની પુષ્ટિ થઇ છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY