એનસીપી સાંસદે નકવીને પત્ર લખ્યો,હજયાત્રા પરથી રદ્દ કરો જીએસટી
મુંબઈ,તા.૨૯
એનસીપીના સાંસદ તારીક અનવરે હજયાત્રીઓ પર લગાવવામાં આવેલા જીએસટીને પાછું ખેંચવાની માગણી કરી છે. એનસીપીના સાંસદ તારિક અનવરે કેન્દ્રીય લઘુમતી કલ્યાણ પ્રધાન મુખ્તાર અબ્બાસ નક્વીને પત્ર પણ લખ્યો છે. તારિક અનવરે પત્રમા લખ્યું છે કે તમામ ધાર્મિક યાત્રાઓને જીએસટીમાંથી મુક્ત રાખવી જાઈએ.
તારિક અનવરે નક્વીને ૨૮ જુલાઈએ આના સંદર્ભે પત્ર લખ્યો હતો. પત્રમાં એનસીપીના સાંસદે જણાવ્યુ હતુ કે બિહાર હજ સમિતિ તરફથી તેમને સૂચિત કરવામાં આવ્યા છે કે હજયાત્રીઓ પર જીએસટીનો બોજા પડી રહ્યો છે. આ દુખદ છે કે હજ સમિતિ દ્વારા જનારા હજયાત્રીઓ પર ૧૮ ટકા અને ખાનગી ટૂર ઓપરેટર્સ દ્વારા હજયાત્રા કરનારાઓ પર માત્ર પાંચ ટકા જીએસટી લાગુ કરવામાં આવ્યો છે.
તેમણે કહ્યું છે કે સરકારને અપીલ છે કે હજયાત્રીઓને જીએસટીના વધારાના બોજામાંથી તાત્કાલિક મુક્તિ આપવામાં આવે અને તમામ ધાર્મિક યાત્રાઓને જીએસટીમાંથી બહાર કરવી જાઈએ. મુંબઈથી હજયાત્રા માટેનો આ વર્ષનો પહેલો જથ્થો સવારે અગિયાર વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટથી રવાના થયો છે.
કેન્દ્રીય લઘુમતી કલ્યાણ પ્રધાન મુખ્તાર અબ્બાસ નક્વીએ આ વર્ષની હજયાત્રાને ઐતિહાસિક ગણાવી છે. આ વખતની હજયાત્રા કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડી વગર થઈ રહી છે. હજયાત્રામાં કુલ એક લાખ અઠ્ઠાવીસ હજાર ૭૦૨ હજયાત્રીઓ ભારતથી સાઉદી અરેબિયા હજ માટે જવાના છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




