મહામહિમ રાજ્યપાલ ઓ. પી. કોહલીનો ભાવનગરનો પ્રવાસ કાર્યક્રમ

0
55

ભાવનગર;
મહામહિમ રાજ્યપાલ ઓ. પી. કોહલી ભાવનગરના પ્રવાસે આવી રહ્યા છે. તદ અનુસાર તેઓ તા. ૨૫ માર્ચે સવારે ૧૦/૫૦ કલાકે ભાવનગરના એરપોર્ટ ખાતે સ્પેશ્યલ હેલીકોપ્ટર મારફતે આવશે અને સરદારનગર ભાવનગર સ્થિત ઝવેરચંદ મેઘાણી ઓડિટોરીયમ જવા મોટર દ્વારા રવાના થશે. સવારે ૧૧/૦૦ કલાકે ઝવેરચંદ મેઘાણી ઓડિટોરીયમ ખાતે આવશે. અહીં ૧૧/૦૦ થી ૧૨/૨૦ કલાક સુધી યોજાનારા મહારાજા ક્રુષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી આયોજીત વાર્ષિક સમારોહ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ૧૨/૨૦ કલાકે તેઓ સર્કીટ હાઉસ ભાવનગર જવા મોટર દ્વારા રવાના થશે. ૧૨/૩૦ કલાકે સર્કીટ હાઉસ ખાતે તેઓ આવશે અને ૧૨/૩૦ થી ૧૩/૦૦ કલાક સુધીનો સમય રીઝર્વ. અહીં તેઓ બપોરે ૧૩/૦૦ થી ૧૩/૩૦ કલાક સુધી થેલેસેમિયાના ૫૦ બાળકોને મળશે. બપોરે ૧૩/૩૦ થી ૧૫/૫૫ કલાક સુધી નો સમય ભોજન અને રીઝર્વ. તેઓ ૧૫/૫૫ કલાકે સર્કીટ હાઉસ ભાવનગરથી મોટર દ્વારા નીકળી અને ૧૬/૦૦ કલાકે સરદારનગર સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે પહોંચશે. અહીં તેઓ ૧૬/૦૦ કલાક થી ૧૭/૦૦ કલાક સુધી યોજાનારા ઈનામ વિતરણ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. તેઓ મોટર દ્વારા ૧૭/૦૦ કલાકે નીકળી એરપોર્ટ ભાવનગર ખાતે ૧૭/૧૦ કલાકે આવશે અને સ્પેશ્યલ હેલીકોપ્ટર મારફતે ગાંધીનગર જવા રવાના થશે તેમ જિલ્લા કલેક્ટર ભાવનગરે જણાવ્યું છે.

એસ. એમ. બુંબડીયા/ એન. સી. પરમાર, જિલ્લા માહિતી કચેરી, ભાવનગર.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY