મુખ્યમંત્રીનું હોમ ટાઉન બન્યું ક્રાઈમ કેપિટલ,બે વર્ષમાં ૫૦૮૪ ગુના નોંધાયા

6
270

રાજકોટ,
તા.૨૧/૦૨/૨૦૧૮

સૌરાષ્ટ્રનું હૃદય ગરાતા રાજકોટ શહેરમાં ગુનાખોરીએ માઝા મુકી છે. રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા બે વર્ષમાં ગુનાહિત કૃત્યોની સંખ્યામાં ચોંકાવનારી હદે વધારો થયો છે. ગુનાખોરીના ૫૦૮૯ બનાવો બન્યા છે. જેમાં રાજકોટ શહેરમાં ૩૪૮૪ ગુના બનતા દૈનિક પાંચથી સાત ગુના પોલીસના ચોપડે ચડે છે.

વિધાનસભાની પ્રશ્નોત્તરીના દરિયાપુરના ધારાસભ્યં ગ્યાસુદીન શેખ દ્રારા પૂછાયેલા રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમિયાન બનેલા બનાવોની ગૃહમંત્રી પાસે માંગી હતી. જેમાં ૨૦૧૬માં રાજકોટ શહેરમાં લૂંટ ૪૯, ખુન ૫૪, ધાડ ૭, ચોરી ૯૨૭, બળાત્કાર ૪૩, અપહરણ ૧૨૨, આત્મહત્યા ૪૭૯, ઘરફોડ ૨૧૦ બનાવ બન્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં લૂંટના ૩૩, ખુન ૨૮, ધાડ ૧૧, ચોરી ૧૯૦, બળાત્કાર ૨૮, અપહરણ ૮, આત્મહત્યા ૩૫૩, ઘરફોડના ૧૪૩ બનાવો બન્યા છે.

૨૦૧૭ના લૂંટના ૫૬, ખુન ૪૫, ધાડ ૮, ચોરી ૭૬૯, બળાત્કાર ૩૯, અપહરણ ૧૦૨, આત્મહત્યા ૪૨૭, ઘરફોડ ૧૪૭, રાજકોટ શહેર વિસ્તારમાં નોંધાયા છે.

ગ્રામ્ય વિસ્તારમાં લૂંટ ૩૩, ખુન ૨૧, ધાડ ૫, ચોરી ૮૮, બળાત્કાર ૨૩, અપહરણ ૭૬, આત્મહત્યા ૩૫૨, અને ઘરફોડના ૨૮ બનાવો બન્યા છે.
આ બનાવો બાદ રાજકોટ શહેરમાં ગુનાહિત કૃત્ય બદલ ૧૯૧૯ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ૧૬૭ લોકો નાસતા ફરે છે. ગ્રામ્ય વિસ્તારમાં ૧૦૨૧ લોકોની ધરપકડ છે. બાકીના ૮૧ લોકો નાસતા ફરે છે.

આ નોંધાયેલા ગુના પૈકીના ૩૦ ટકા ગુનાઓ આજની તારીખમાં વણઉકેલ રહ્યાનું ગૃહમંત્રીએ લેખિત જવાબમાં કબુલ્યું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

6 COMMENTS

LEAVE A REPLY