વડોદરા,
તા.૨૧/૦૨/૨૦૧૮
વડોદરા ક્રાઈમબ્રાંચે શહેરમાંથી ફરીથી એક જુગારધામને ઝડપી કાઢ્યું છે.વડોદરા શહેરના નવાપુરા મહેબુબપુરા પાસેથી પોલીસે આ જુગારધામને ઝડપી પાડયું છે. પોલીસ દ્વારા જુગારધામમાં રમતા ૧૯ જેટલા જુગારીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. ઉપરાંત પોલીસે રૂપિયા ૫૦ હજારની રોકડ સહિત કુલ ૨.૨૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આપેલી માહિતી પ્રમાણે આ જુગારધામ કુખ્યાત અસ્લમ બોડિયો અને તેના ભાઈ અસગર ચલાવી રહ્યા હતા. જા કે અસ્લમ ફરાર છે અને પોલીસે અસ્લમ બોડિયાને વોન્ટેડ પણ જાહેર કર્યો છે.
પોલીસે માહિતીના આધારે જુગારધામ પર રેડ પાડી હતી અને ત્યાં ૧૯ લોકો જુગાર રમી રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ વડોદરા પોલીસે સયાજીગંજ વિસ્તારમાં આવેલા અલંકાર ટાવરમાંથી હાઇપ્રોફાઇલ પોકર ગેમ જુગારધામ ઝડપી કાઢ્યું હતું. પોલીસે આ જુગારધામમાંથી ૨૦ લોકોની ધરપકડ કરી હતી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"