અમરોલી કોલેજમાં સ્ટુડન્ટ કાઉન્સિલની ચૂંટણી સંપન્ન

0
5

સુરત, તા.૧૨
જીવન જ્યોત ટ્રસ્ટ, અમરોલી સંચાલિત જે.ઝેડ. શાહ આર્ટસ એન્ડ એચ.પી. દેસાઈ કોમર્સ કોલેજ, અમરોલીમાં શુક્રવાર તા.૧૧-૧-૨૦૧૯ના રોજ ૭૭ વર્ગ પ્રતિનિધિ અને ૧ જનરલ સેક્રેટરીની સ્ટુડન્ટ કાઉન્સિલની ચૂંટણીનું આયોજન થયું હતું. જે જીવન જ્યોત ટ્રસટ અમરોલી, અમરોલી કોલેજ શૈક્ષણિક, વહીવટી અને વિદ્યાર્થી પરિવાર, પોલીસ પરિવાર, પ્રેસ મીડિયા પરિવાર અને સુરત શહેરના તમામ સંગઠનોના સહયોગથી સ્ટુડન્ટ કાઉન્સિલની ચૂંટણી શાંતિપૂર્ણ સંપન્ન થઈ હતી. જેમાં ભરવાડ ભાનુ કેહાભાઈ વિજેતા થયા હતા. વિજેતા થયેલા તમામ વર્ગ પ્રતિનિધિઓને અમરોલી કોલેજના ડૉ.કે.એન. ચાવડા અને કોલેજ તથા જીવન જ્યોત ટ્રસ્ટ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY