ભુજ,તા.૧૯
સમાજમાં આભડછેડ અને જાતિવાદનું દૂષણ આજે પણ જાવા મળી રહ્યું છે. આ જ જાતિવાદના દૂષણે એક માસુમનો આજે ભોગ લઈ લીધો છે. ઘટના ભુજમાં આવેલ મુક્તજીવન સ્વામીબાપા મહિલા આટ્ર્સ એન્ડ કોમર્સ કોલેજની છે. જ્યાં અભ્યાસ કરતી ૧૮ વર્ષિય ભાગ્યલક્ષ્મીનું બિમારીના કારણે સારવાર દરમિયાન મોત થયું છે.
પરંતુ ભાગ્યલક્ષ્મીના મોત પાછળ હોસ્ટેલના સંચાલકો અને વોર્ડન જવાબદાર હોવાના આક્ષેપ લાગી રહ્યા છે. ભાગ્યલક્ષ્મીના પિતાએ આક્ષેપ લગાવતા જણાવ્યું કે, તેમની પુત્રી તંદુરસ્ત હતી. પરંતુ ૧૫મી ઓક્ટોબરે સાંજે તેની તબિયત ખરાબ થઈ હતી. તને ઝાડા-ઉલટી થયાં હતા. પરંતુ મહિલા વાર્ડને જાતિવાદી સૂગ રાખી તેની સમયસર સારવાર ના કરાવી. વધુ તબિયલ લથડી ત્યારે ઘરે જાણ કરાઈ, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું.
ભાગ્યલક્ષ્મીના પિતાના જણાવ્યા પ્રામાણે, તેઓ હોસ્ટેલ પહોંચ્યા ત્યારે ભાગ્યલક્ષ્મી બેભાન હાલતમાં હતી. જે બાદ તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં વેન્ટીલેટર પર રાખવામાં આવી હતી. પરંતુ તે બચી ન શકી. ભાગ્યલક્ષ્મીના મોત પછી દલિત આગેવાનોમાં પણ ભારે રોષ જાવા મળી રહ્યો છે. હોસ્ટેલની વોર્ડન અને સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા હંગામો મચાવ્યો હતો. જે પછી પોલીસે વોર્ડન સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





