ગયા વર્ષે મુસ્લિમો પરના હુમલાઓમાં ૧૫ ટકાનો વધારો થયો
વાશિંગ્ટન,તા.૨૫
અમેરિકામાં મુસ્લિમો પર વધેલા હુમલા માટે ટ્રમ્પ જવાબદાર હોવાનો આક્ષેપ મુસ્લિમ સિવિલ રાઇટ જૂથે કરતા જણાવ્યું હતું કે ટ્રમ્પના શબ્દો અને નીતિને લીધે ૨૦૧૭માં મુસ્લિમો પર હુમલા વધ્યા હતા. અમેરિકન-ઇસ્લામિક કાઉન્સિલે જણાવ્યું હતું કે ગયા વર્ષે મુસ્લિમો પરના હુમલાઓ, એમને અપમાનિત કરવાના બનાવો વગેરેમાં પંદર ટકાનો વધારો થયો હતો. આ માટે પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને એમની નીતિ જવાબદાર છે.
ખાસ કરીને ટ્રમ્પે જાહેર કરેલી અનેક મુસ્લિમ બહુમતીવાળા રાષ્ટ્રોના લોકો પર પ્રતિબંધ મૂકવાની નીતિને જવાબદાર ગણાવી હતી. પ્રતિબંધમાં હવે ઇરાન, લિબિયા, સોમાલિયા, સિરિયા અને યમનનો સમાવેશ થાય છે તથા બિન-મુસ્લિમ રાષ્ટમાં ઉત્તર કોરિયા અને વેનેઝુએલાના કેટલાક અધિકારીઓ તથા મૂળ નીતિમાં ઇરાકનો પણ સમાવેશ કરાયો હતો.
રિપોર્ટમાં જણાવાયું હતું કે ટ્રમ્પની વિચારધારાને લીધે મુસ્લિમ-વિરોધી તત્વોમાં પોતાની વૃત્તિ છત્તી કરવાની હિંમત આવી ગઇ છે તથા એમના કૃત્યને એક રીતે કાયદાકીય રક્ષણ મળ્યું છે. વ્હાઇટ હાઉસે આ મામલે હજુ સુધી કોઇ પ્રતિક્રિયા નથી આપી.
ટ્રમ્પે જણાવ્યું હતું કે નીતિનો ઉદ્દેશ કટ્ટરવાદી ઇસ્લામિક ત્રાસવાદીઓને અમેરિકાથી દૂર રાખવાનો છે. અમે ફક્ત એવા લોકોને જ પ્રવેશવા દેવા માગીએ છીએ, જેઓ આપણા દેશને ટેકો આપે અને આપણા લોકોને ગાઢ પ્રેમ કરે. પ્રતિબંધ બંધારણ પ્રમાણે છે કે નહીં એ વિશે સુપ્રીમ કોર્ટ બુધવારે પોતાનો નિર્ણય જાહેર કરશે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"