મુંબઈ,તા.૨૫
હત્યા અને મહિલાઓ સામેના ગુના જેવા ગંભીર ગુનાની તપાસ ઝડપથી અને યોગ્ય રીતે પૂરી થાય તેના પર ભાર મૂકતા મુંબઇ હાઇ કોર્ટે ખાસ પોલીસ એકમની રચના કરવાનું સૂચન કર્યું હતું.
મહિલા તથા બાળકોની હત્યા, બળાત્કાર જેવા ગુનાઓ ગંભીર છે. આવા ગુનાની ઝડપથી તપાસ અને કાર્યવાહી થવી જાઇએ, એમ ન્યાયમૂર્તિ એન. એચ. પાટીલ અને ન્યાયમૂર્તિ જી. એસ. કુલકર્ણીની ખંડપીઠે જણાવ્યું હતું.
૧૩ વર્ષીય સગીરા પર બળાત્કાર અને અપહરણના કેસની કોર્ટમાં સુનાવણી હતી. સગીરાના પિતાએ તેની પુત્રીનો ૨૬ અઠવાડિયાનો ગર્ભ પડાવી નાખવા કોર્ટમાં અરજી કરી હતી. અગાઉ કોર્ટે સગીરાને તેનો ગર્ભ પડાવી નાખવા માટે મંજૂરી આપી હતી પરંતુ પોલીસ પાસે જાણવા માગ્યું હતું કે આ પ્રકરણની તપાસ ક્્યાં સુધી પહોંચી?
આ કેસમાં ગયા વર્ષના જુલાઇ મહિનામાં જ્યારે સગીરાનું અપહરણ થયું ત્યારે એફઆઇઆર નોંધવામાં આવી હતી. આ વર્ષના માર્ચ મહિનામાં સગીરા અને આરોપી અપહરણકારનો ઉત્તર પ્રદેશથી પત્તો મળ્યો હતો અને પોલીસ તેમને મુંબઇ લઇ આવી હતી. આરંભમાં આરોપી પર માત્ર અપહરણનો ગુનો જ નોંધવામાં આવ્યો હતો પરંતુ પાછળથી તેની સામે પોક્સો હેઠળ બળાત્કાર અને અન્ય ગુના પણ નોંધવામાં આવ્યા હતા, એમ સરકારે કોર્ટને જણાવ્યું હતું.
જુલાઇમાં એફઆઇઆર નોંધ્યા બાદ આઠ મહિના સુધી પોલીસે કોઇ કાર્યવાહી નહીં કરી એ બાબત સામે કોર્ટે ભારે નારાજી વ્યક્ત કરી હતી. કાયદો અને કોર્ટ જ્યારે આવા કેસને ગંભીરતાથી લે છે ત્યારે પોલીસે આવા કેસ હળવાશથી ના લેવા જાઇએ અને આવા કેસોની તપાસ અગ્રતાક્રમે પૂરી કરવી જાઇએ. પોલીસને બે વિભાગમાં વહેંચી નાખવી જાઇએ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





