ઐઝ્વલ,તા.૯
મિઝોરમ મંત્રિમંડળના રાજ્યમાં પ્રસ્તાવિત દારૂબંધી બીલને મંજૂરી આપવામાં આવી છે. અધિકારીઓએ શનિવારે આ જાણકારી આપી. અધિકારીએ જણાવ્યું કે, શુક્રવારે મુખ્યમંત્રી જારામથાંગાની અધ્યક્ષતામાં મંત્રિમંડળની બેઠકમાં મિઝોરમ મધ્ય નિષેધ વિધેયક, ૨૦૧૯ને મંજૂરી આપવામાં આવી છે.
અધિકારીએ જણાવ્યું કે, ૨૦ માર્ચથી શરૂ થવા જઈ રહેલ બજેટ સત્ર દરમિયાન આ વિધેયનને વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. સત્તાપક્ષ મિઝો નેશનલ ફ્રન્ટ (એમએનએફ) પાર્ટીએ વિતેલા વર્ષે નવેમ્બરમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન વચન આપ્યું હતું કે, તે સત્તામાં આવશે તો મિઝોરમમાં પૂર્ણ દારૂબંધી લાગુ કરશે.
મિઝોરમમાં પૂર્ણ મધ્ય નિષેધ કાયદા લાગુ થયા બાદથી રાજ્યમાં ૧૯૯૭થી લઈને જાન્યુઆરી ૨૦૧૫ સુધી પૂર્ણ દારૂબંધી હતી. લલથનહવલાની વિતેલી કોંગ્રેસ સરકારે માર્ચ ૨૦૧૫માં રાજ્યમાં દારૂની દુકાન ખોલવાની મંજૂરી આપી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




