મુંબઈ,તા.૯
મોખરાની કલાકાર જોડી રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પોતાનો એક નવો ફ્લેટ ખરીદી રહ્યાં હોવાની ગપસપ બોલિવૂડમાં ચાલી રહી હતી.
ખમતીધર ફિલ્મ સર્જક કરણ જાહરની ફિલ્મ બ્રહ્માસ્ત્ર કરતાં કરતાં બંને પ્રેમમાં પડયાં હતાં. જા કે રણબીર કપૂરના અગાઉનાં અફેર્સ ધ્યાનમાં રાખીને ઘણાએ આલિયાને ચેતવી હતી. પરંતુ આલિયા રણબીર સાથેના સંબંધ અંગે મક્કમ છે. બંને એેકમેકના પરિવાર સાથે મુલાકાત કરી ચૂક્યા છે. બંને પક્ષના વડીલો પણ આ સંબંધને માન્ય કરી ચૂક્્યાં છે.
ગયા અઠવાડિયાથી ફરી આ બંને મિડિયાના કેન્દ્રમાં આવી ગયાં હતાં જ્યારે એવી વાતો ઊડી હતી કે આ માસની આખરે રિશિ કપૂર સ્વદેશ પાછાં ફરશે ત્યારે આલિયા અને રણબીરનાં લગ્નની તારીખ જાહેર કરશે. જા કે એ સમાચારને ખુદ રિશિએ રદિયો આપ્યો હતો.
હવે એવી વાતો ઊડી છે કે આલિયા અને રણબીર અલગ ફ્લેટ ખરીદી રહ્યાં છે. અગાઉ રણબીર અને કેટરિના અલગ ફ્લેટમાં લીવ ઇન રિલેશનશીપથી પાંચેક વર્ષ રહ્યાં હતાં. હવે રણબીર અને આલિયા એ રીતે ફ્લેટ ખરીદી રહ્યાં હોવાની વાતો ઊડી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




