મુંબઈ,તા.૯
અરબાઝ ખાન અત્યારે તેના નવા વેબ શો ‘પિંચ બાય અરબાઝ ખાન’ના કારણે ન્યૂઝમાં છે. આ ટોક શોમાં જે પણ સેલિબ્રિટીઝને સવાલો પૂછવામાં આવે છે એ સોશિયલ મીડિયા પરથી લેવામાં આવે છે. અરબાઝે કહ્યું હતું કે, સોશિયલ મીડિયા પર એવા એવા સવાલો આવે છે કે જેના વિશે વાત કરવી કે જવાબ આપવા સરળ હોતા નથી.
તે વધુ કહે છે કે, ‘સની લીઓનીની સાથે શોના શૂટિંગ દરમિયાન એક એવો જ સવાલ આવ્યો હતો કે, જેને સાંભળીને સની રડી પડી હતી. મેં તો એ સવાલ બનાવ્યો નહોતો. એ સવાલ તો પબ્લિક ડોમેઇનમાં છે એવામાં શું કરી શકાય. બીજી અનેક સેલિબ્રિટીઝ પણ કેટલાક સવાલોથી પરેશાન થઈ ગઈ હતી. મારા સવાલોથી કોઈ એક્ટર પરેશાન ન થાય એની મેં કાળજી રાખી હતી. શોના લીધે કોઈની પર્સનલ કે પ્રોફેશનલ લાઇફ ખરાબ ન થવી જોઈએ.’ અરબાઝે કહ્યું હતું કે, ‘સોશિયલ મીડિયાનો આ ખૂબ જ મોટો પ્રોબ્લેમ છે. કદાચ આ શો જાયા પછી લોકોને સમજાશે કે, તેઓ ઓનલાઇન એલફેલ લખે છે તો એનાથી સ્ટાર્સને કેટલું દુઃખ થાય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





