ચેન્નાઇ,તા.૯
તમિલનાડુ સરકારના ડેરી વિકાસ મંત્રી કે ટી રાજેન્દ્ર બાલાજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને AIADMKના પિતા સમાન ગણાવ્યા છે.
શ્રીવિલ્લિપુથુર નજીક મહારાજપુરમમાં પત્રકારો સાથેની વાતચીતમાં કે ટી રાજેન્દ્ર બાલાજીએ કહ્યું, મોદી અમારા ડેડી છે, ઈન્ડિયાના ડેડી છે. અમે તેના નેતૃત્વનો સ્વીકાર કરીએ છીએ. મંત્રી બાલાજીએ કહ્યું કે અમ્માના નિધન બાદ વડાપ્રધાન મોદીAIADMKને મદદ કરવા અને માર્ગ દર્શાવવા આગળ આવે.
જ્યારે પત્રકારોએ મંત્રીને પ્રશ્ન પૂછ્યુ કે જયલલિતાએ ભાજપ સાથે ગઠબંધન કર્યુ નથી તો AIADMK નેતૃત્વ આ પ્રકારનું ગઠબંધન કેવી રીતે કરી રહહયું છે. આ પ્રશ્નના જવાબમાં મંત્રી કે ટી રાજેન્દ્રને કહ્યું કે અમ્માનો નિર્ણય અલગ હતો, પરંતુ અમ્મા જેવી મોટી હસ્તીની ગેરહાજરીમાં મોદી અમારા ડેડી છે અને ઈન્ડિયાના ડેડી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



