પાંચ લાખના ખર્ચે હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરીના ૪૮ જ કલાકમાં બિઝનેસમેનનું મૃત્યુ

0
5

મુંબઇ,તા.૧૧
મુંબઈમાં એક બિઝનેસમેનું હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાવ્યાના ૪૮ કલાકની અંદર જ મૃત્યુ થયું છે. ડોક્ટર્સનું માનવું છે કે બિઝનેસમેનું મૃત્યું ગંભીર એલર્જીક ડ્રગ્સના કારણે થયું છે. જો કે, હજી સુધી બિઝનેસમેનના મૃત્યુ પાછળનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. મુંબઈના સાકી નાકા ખાતેના રહેવાસી બિઝનેસમેને ગુરુવારે હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાવી હતી અને શનિવારે તો તેઓ મોતને ભેટ્યા હતા.
મુંબઈના શ્રવણ કુમારે ગુરુવારે ચિંચપોકલીની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાવી હતી. તેમણે પાંચ લાખ રૂપિયાના ખર્ચે ૯૫૦૦ હેર ગ્રાફ્ટ ઇમ્પલાન્ટ કરાવ્યા હતા. સર્જરી કરાયા બાદ તેઓ ઘરે પહોંચ્યાને થોડી જ વારમાં તેમને શરીરમાં તકલીફ પેદા થવા લાગી હતી. શ્રવણ કુમારને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી અને તેમના ચહેરા અને ગળા પર સોજા આવવા લાગ્યો હતો જેથી તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા.
હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટર્સે શ્રવણ કુમારની હાલત જાઈને તેમને તાત્કાલિક ધોરણે દાખલ કરી લીધા હતા. ડોક્ટર્સને એલર્જિક રિએક્શનનો ખ્યાલ આવી જતા તેમનો ઈલાજ શરૂ કરી દીધો હતો. શ્રવણ કુમારના હાર્ટની પણ તપાસ કરવામાં આવી હતી પરંતુ તેમ છતા તેમની તબિયત સતત લથડી રહી હતી અને આખરે શનિવારે સવારે જ તેમણે અંતિમ શ્વાસ ભર્યા હતા. પોલીસે પણ એકિસડેન્ટલ ડેથનો કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY