મહારાષ્ટ્ર વિધાનસભાના વિપક્ષ નેતાના પુત્ર સુજય પાટીલ ભાજપમાં જોડાયા

0
5

મુંબઇ,તા.૧૨
ગુજરાતમાં એક તરફ કોંગ્રેસની વ‹કગ કમિટીની બેઠક મળી રહી છે ત્યારે પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ભાજપે કોંગ્રેસને મોટો ઝાટકો આપ્યો છે.
મહારાષ્ટ્ર કોંગ્રેસના આગેવાન અને મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા રાધાકૃષ્ણ પાટીલન પુત્ર સુજય પાટીલ ભાજપમાં જોડાઈ ગયા છે.ભાજપમાં જાડાયા બાદ સુજયે ભાજપના નેતાઓના ભરપેટ વખાણ કર્યા હતા.તેમણે નરેન્દ્ર મોદી અને અમિત શાહનો આભાર માન્યો હતો.
સુજયે કહ્યું હતુ કે, ભાજપમાં જાડાવાનો નિર્ણય મારા પિતાની વિરુધ્ધ જઈને કર્યો છે.મને ખબર નથી કે આ નિર્ણયનો મારા માતા પિતા સમર્થન કરશે કે નહી?પણ હું ભાજપ માટે મારી તમામ તાકાત ઉપયોગમાં લઈશ જેથી મારા માતા પિતાને મારા પર ગર્વ થાય.
શરદ પવારની પાર્ટી એનસીપીએ અહેમદનગર સીટ કોંગ્રેસને ફાળવવાનો ઈનકાર કર્યો હતો.એ પછી સુજય પાટીલનુ ભાજપમાં જવાનુ લગભગ નક્કી મનાઈ રહ્યું હતુ.સુજય પાટીલના પિતા રાધાકૃષ્ણ પાટીલે પુત્ર માટે આ સીટ ફાળવવા માટે શરદ પવારને અપીલ કરી હતી પણ પવાર માન્યા નહોતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY