જાહાનીસબર્ગમાં બ્રિકસ શિખર બેઠકનુ આયોજન એવા સમય પર થઇ રહ્યુ છે જ્યારે સમગ્ર વિશ્વ અમેરિકી સંરક્ષણવાદના ખતરાનો સામનો કરે છે. એકબાજુ ચિંતા પ્રવર્તી રહી છે કે વિશ્વ વેપાર પર તેની કેવી અસર રહેશે. ? હાલમાં બ્રિક્સની સામે વેપાર યુદ્ધ અથવા તો ટ્રેડ વોરની અસરથી પોતાને અને સમગ્ર દુનિયાને બચાવવા માટેના પડકારો પણ રહેલા છે. હાલમાં જ બ્યુનોસ આયર્સમાં આયોજિત જી-૨૦ના નાણાંપ્રધાનોના સંમેલન બાદ ચીને બ્રાઝિલ, રશિયા, ભારત અવે દક્ષિણ આફ્રિકાને અપીલ કરી હતી કે તેઓટ્રેડ વોરની સામે એક મોરચો બનાવીને તેની ધારને ઉંઘી વાળી દેવા માટેના પ્રયાસ કરે. હાલમાં ચીનની સામે ખુલ્લી રીતે અને ભારતની સામે નાના પ્રહારના સ્વરૂપમાં અમેરિકા ટ્રેડ વોર ચલાવે છે. રશિયા પર અમેરિકાના કેટલાક પ્રકારના પ્રતિબંધ પહેલાથી જ જારી છે. બ્રાઝિલ સાથે અમેરિકાના ક્યારેય સારા વેપાર સંબંધ રહ્યા નથી. આ વખતે બ્રિક્સ સંમેલન પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. બ્રિકસના દેશો અમેરિકાના આ આક્રમક વલણની સામે પોતાની કેવી રણનિતી અપનાવે છે તે બાબત પર દુનિયાના દેશોની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. દુનિયાના કેટલાક અન્ય વૈપારિક બ્લોક પણ બ્રિક્સ પાસેથી સારી આશા રાખી રહ્યા છે. અહીં જે રણનિતી બનાવવામાં આવનાર છે તેના અનુરૂપ તેઓ પણ અમેરિકાની સંરક્ષણવાદની નીતિ સામે અવાજ ઉઠાવનાર છે. જેથી આ સંમેલન ખુબ ઉપયોગી બની ગયુ છે. આર્થિક મુદ્દા ઉપરાંત ત્રાસવાદની સામે પણ ખાસ રણનિતી પર ચર્ચા કરવામાં આવનાર છે. ત્રાસવાદનો ખાતમો કરવા મામલે તમામ દેશો સહકાર કરે તે બાબત પણ ચર્ચા કરવામાં આવનાર છે. સંયુક્ત રાષ્ટ્રના માળખામાં સુધારા, સાઇબર સુરક્ષા, ઉર્જા સુરક્ષા અને વૈશ્વિક તેમજ ક્ષેત્રીય મામલે બેઠકમાં ચર્ચા કરવામાં આવનાર છે. સમિટને લઇને તમામ દેશો સારી આશા રાખી રહ્યા છે. ભારતે એક બ્રિકસ રેટિંગ એજન્સીની સ્થાપના કરવા માટે પ્રસ્તાવ રજૂ કરીને ચર્ચા જગાવી છે. આ ચિંતા હેઠળ એસએન્ડપી, ફિચ, અને મુડીજ જેવી અમેરિકાની ટોપની રેટિંગ એજન્સી વિકાસશીલ દેશોની સામે પક્ષપાતપૂર્વકનુ વલણ અપનાવે છે તેવી બાબત પણ રજૂ કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૬માં ભારતે તેના પર એક અભ્યાસની બાબત અને તારણો પણ રજૂ કર્યા હતા. જા કે અન્ય દેશો આને લઇને વધારે ઉત્સાહિત દેખાયા ન હતા. આ વખતે ભારત નવેસરથી આ મુદ્દાને ઉઠાવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે બ્રિક્સ ત્રાસવાદની સામે લડવા માટે કઠોર રણનિતી બનાવે તે જરૂરી છે.ભારત માટે ત્રાસવાદ ખુબ મોટો મુદ્દો છે. બ્રિકસના તમામ દેશ પૂર્ણ તાકાત સાથે મની લોન્ડરિંગ અને ત્રાસવાદીઓને મળનાર નાણાની સામે સંયુક્ત કાર્યવાહી કરે તેવી માંગ પણ મોદી કરી ચુક્યા છે. સાઇબર સ્પેસમાં કટ્ટરપંથી પ્રભાવ પર નજર રાખવાની તાકીદની જરૂરીયાત દેખાઇ રહી છે. આના કારણે ત્રાસવાદની સામે લડવામાં ખુબ મદદ મળશે. તમામ લોકો સારી રીતે જાણે છે કે વર્ષ ૨૦૧૭માં ચીનમાં આયોજિત બ્રિક્સ બેઠકમાં ભારતને મોટી સફળતા હાંસલ થઇ હતી. કારણ કે તેના ઘોષણાપત્રમાં પાકિતાન સ્થત ત્રાસવાદી સંગઠન લશ્કરે તોયબા, જેશે મોહમ્મદનુ નામ સામેલ કરવામાં આવ્યુ હતુ. આશા રાખી રહ્યા છીએઅ કે આ વખતે વધારે જારદાર રીતે ત્રાસવાદના મુદ્દા પર રજૂઆત કરવામાં આવે અને વિશ્વના દેશો આ બાબતની ગંભીર નોંધ લે.
બેઠકમાં સમાવેશી વિશ્વ અર્થવ્યવસ્થાની માંગણ રજૂ કરવામાં આવનાર છે. સાથે સાથે એવો કઠોર સંદેશો આપવામાં આવશે કે કારોબારમાં માત્ર પોત પોતાના હિતોને જાવાથી ઘાતક પરિણામ આવનાર છે. બહુધ્રુવીય દુનિયાનુ નિર્માણ બ્રિક્સના જાહેર કરવામાં આવેલા લક્ષ્યો પૈકી એક છે. જેથી એકાધિકારવાળી પ્રવૃતિનો વિરોધ તો બ્રિક્સના દેશોને કરવો જ પડશે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





