મુંબઈ,તા.૧૪
મહાનગર મુંબઇની ધારાવી ઝૂંપડપટ્ટીમાં રહીને ગલી બાય તરીકે કારકિર્દી શરૃ કરીને સફળ ગાયક સંગીતકાર બનેલા યુવકની કથા રજૂ કરતી ઝોયા અખ્તરની ફિલ્મ ગલી બાય બર્લિન ફિલ્મ્સ ફેસ્ટિવલમાં રજૂ થશે એવી માહિતી મળી હતી.
આ ફિલ્મમાં મોખરાની અભિનેત્રી આલિયા ભટ્ટ પહેલીવાર એવાજ મોખરાના અભિનેતા રણવીર સિંઘ સાથે ચમકી રહી છે. જા કે રણવીર સિંઘની જાયા સાથે આ બીજી ફિલ્મ છે. પહેલાં એણે દિલ ધડકને દો ફિલ્મ ઝોયા સાથે કરી હતી.
૬૯મો બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ્સ ફેસ્ટિવલ ૨૦૧૯ના ફેબુ્રઆરીની ૭મીથી ૧૭મી સુધી ચાલશે. આ ફેસ્ટિવલમાં ગલી બાયનો પ્રીમિયર યોજાશે એવી માહિતી મળતાં ફિલ્મ સાથે સંકળાયેલા સૌ કોઇ ઉત્તેજિત થઇ ગયાં હતાં.ઔઆ સ્પર્ધાત્મક ફેસ્ટિવલમાં ઓસ્ટ્રિયા, કેનેડા, ફ્રાન્સ, જર્મની,ગ્રીસ, નેધરલેન્ડ, સર્બિયા અને તૂર્કીને આમંત્રિત કરાયા હતા. કન્ટેમ્પરરી ફિલ્મ મેકર્સની ફિચર ફિલ્મ્સ અને ડોક્યુમેન્ટ્રીઝ આ ફેસ્ટિવલમાં રજૂ થશે એવી જાણકારી પણ મળી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




